________________
કેટલાંક વિશિષ્ટ વ્યાખ્યાને
૨૭૧
આપ્યું હતું. આ પ્રસંગે વીસનગરવાળા શેઠ મહાસુખભાઈ ચુનીલાલે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
તા. ૨૩-૨૪ ઓકટોબર ૧૯૭૭ ના રોજ ખીલનાની હોલમાં સિંધ જીવદયા મંડળના આશારા હેઠળ પં. ધર્મદેવજીના પ્રમુખપદે બે પ્રવચનો થયાં હતાં.
તા. ૨૪ મી ઓકટોબરના રોજ બાલકદીના હાલમાં શ્રી. જમશેદ મહેતાના પ્રમુખપદે એક વ્યાખ્યાન મુનિરાજે આપ્યું હતું. આ વ્યાખ્યાન સાંભળનારાઓમાં માંસાહાર કરનારાઓની બહુ મોટી સંખ્યા હતી.
તે ઉપરાંત તા. ૧૨ મી મે ૧૯૩૮ થી ૩૦ મી મે ૧૯૩૮ સુધી મુનિરાજ અને એમની મંડળી મલીર ખાતે રહેતી. ત્યાંથી બેકાર પરિષદમાં ભાગ લેવા સૌ માટે કરાચી આવતાં. તા. ૩૧ મી મે ૧૯૩૮ ના દિવસે ડ્રગેડ પાસેની દાલમીઆ ફેકટરીમાં એક દિવસ મુકામ થયે હતે. ઘણાખરા માંસાહારી અને સિકો આ ફેકટરીમાં કામ કરે છે. અહીંના પ્રવચનથી પ્રેરાઈને કેટલાક લોકેએ માંસાહારનો ત્યાગ કર્યો હતો.
તા. ૩ જી નવેમ્બર ૧૯૪૭ના રોજ જૂના કરાચીના સિંધી લેકના મુખ્ય લત્તા નસરપુરી સિંધીઓની એક પાઠશાળામાં એક મોટા જલસા નિમિત્તે એકત્ર થયેલા સિંધી સ્ત્રી, પુરૂષ અને બાલક બાલિકાઓના વિશાળ સમૂહમાં મુનિરાજ વિદ્યાવિજયજીએ અહિંસા ઉપર એક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ઘણા લેકેએ માંસાહારનો ત્યાગ કર્યો હતો.
વિદ્યાવિયજી જાણે વાણીના અજબ જાદુગર છે. એમની વાણીમાં મીઠાશ છે, આકર્ષણ શક્તિ છે, સામાના હદય ઉપર અસર કરવાની તાકાત છે. ગુજરાતીમાં એક કહેવત છે કે “તાક્યું તીર મારનારો