________________
ખંડ ૮ મે
(૪) સ્થાનક્વાસી સંઘમાં અશાંતિ હતી તે મટાડવા મહારાજ
શ્રીએ ઘણો પ્રયત્ન કર્યો હતો, એટલું જ નહિ પણ સ્થાનકવાસી ભાઈઓને પિતાના સમજીને તપસ્વીજીની બે શોકસભામાં પ્રમુખસ્થાન સ્વીકારીને તેમનું સ્મારક રાખવા જોરશોરથી અપીલ કરી પોતાની વિશાળ દ્રષ્ટિ અને બધા
ઉપરના પોતાના સમભાવનો પરિચય કરાવી આપ્યો હતો. (૫) પારસી ભાઈઓંનાં બે નિમંત્રણને માન આપીને તેમની
વચમાં વ્યાખ્યાનો આપી સારી છાપ પાડી હતી. (૬) જૈન સંધના નાના તથા મોટા શ્રીમંત અને સાધારણ બધાને
એક બીજાની નજીક લાવવા પ્રયત્ન કર્યો છે અને એ કારણે જ
સારામાં સારું ફંડ એકઠું કરવાને તેઓ શક્તિમાન થયા હતા. (૭) ગરીબોની દાદ સાંભળી, યથાર્થ તપાસ કરાવી તેમને જરૂરી
મદદ અપાવવાને મહારાજશ્રીએ પ્રયત્ન કર્યો છે. (૮) નવરાત્રિના દિવસોમાં પશુવધ અટકાવવાને “જીવદયા મંડળ
ને પ્રેરણા કરીને તેમણે સારો શ્રમ લીધો છે. (૯) કૅલેજોમાં જઈ વિદ્યાર્થીઓ સમક્ષ ઉપદેશ આપી તેમને
પિતાનાં કર્તવ્યનું ભાન કરાવ્યું છે. (૧) નવજુવાનની શક્તિ ખીલવવા એક વકતૃત્વ વર્ગ તેમની
આગેવાની નીચે ચાલી રહ્યો છે અને હમણાં દીવાળી નિમિત્તે કેડાતા ફટાકડા અટકાવવા મહારાજશ્રી નિશાળમાં ફરીને બાળકો તથા બાળાઓને જે ઉપદેશ આપી રહ્યા છે તેનું ઘણું સારું પરિણામ જોઈ શકાય છે.