________________
.
. . .
દાતા રામ રામ રામ રામ રામ ક
કરાંચીમાં વિવિધ પ્રવૃત્તિ
કરાચીના જૈનેમાં પ્રસરી રહેવા ઉત્સાહ સિવાય જૈનેતરમાં પ્રસરી રહેલો ઉત્સાહ ઓછો નોંધપાત્ર નથી. એક જૈન સાધુ પિતાનાં જ્ઞાન અને ક્રિયા દ્વારા જૈનેતરોમાં પણ કે પ્રભાવ પાડી શકે છે તેનું આ ખરેખર ઉદાહરણ જ કહી શકાય.
મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીની ધર્મપ્રચારની ધગશ અપૂર્વ છે. તેઓ સવારથી સાંજ સુધી ખાન-પાન ભૂલી આની પાછળ વ્યગ્ર છે.'
કરાચીના પારસી સંસાર” પત્રે પોતાના તાઃ ૩૦ ઓકટોબર ૧૯૩૭ના અંકમાં નોંધ લીધી હતીઃ
મહારાજશ્રીના ધાર્મિક, નૈતિક તથા સામાજિક વિચારો સૌને પ્રિય થઈ પડ્યા છે. અને તેને લઈને તેઓ જે કાર્ય હાથ ધરે છે, તેમાં તે ફતેહમંદ નીવડે છે. મહારાજશ્રીને હજુ કરાચી આ ચાર જ માસ થયા છે અને આટલા ટૂંક સમયમાં અપરિચિત અને અજાણ વ્યક્તિ પાસેથી ઘણાં સારાં કામની આશા ન રાખી શકાય, તો પણ આ મુનિરાજ અનેક મુશ્કેલીઓ તથા અગવડે વેઠીને પણ કરાચીમાં જે ભલાં કાર્યો કરી શક્યાં છે તેમાંના નીચેનાં મુખ્ય છે:-- (૧) તેમનાં પચાસ જેટલાં સાર્વજનિક વ્યાખ્યાને થયાં છે,
જેનો જૈન તથા જૈનેતરોએ સારો લાભ ઉઠાવ્યો છે. (૨) અનેક જીજ્ઞાસુઓએ મહારાજશ્રીની મુલાકાત લઈ પોતાની
શંકાઓનું સમાધાન મેળવી તેમનાં જ્ઞાનનો સારો લાભ
ઊઠાવ્યો છે. (૩) આર્યસમાજના સંમેલનમાં થયેલ જીવદયા પરિષદના પ્રમુખ
તરીકે તેમણે સારો પ્રભાવ પાડયો હતે.