________________
કરાચીમાં વિવિધ પ્રવૃત્તિ
એ સિવાય મુંબઈવાળા શેઠ કાંતિલાલ બકેરદાસે જેમ સિંધી હિંદી પુસ્તક અને અંગ્રેજી હસ્તપત્રો વગેરે પ્રગટ કરાવવામાં ખુલ્લા દિલથી સહાયતા કરી સહકાર આપ્યો તેમ મોમ્બાસાવાળા બે ગૃહસ્થ મગનલાલ જાદવજી દોસી અને ડો. મનસુખલાલ તારાચંદે ગરીબોને રાહતના કાર્યમાં તથા બે સંસ્થાઓ સ્થાપન કરવામાં ઉદારતા બતાવી પોતાના દિલની વિશાળતાનો પરિચય કરાવ્યો હતે.
આમ કરાચીમાં સંઘ, સ્થાનિક કેટલાક ગૃહસ્થો, સ્વયંસેવકો અને બહારના ઉદાર સખી ગૃહસ્થોએ સહકાર આપી મુનિરાજ વિદ્યાવિજયના કાર્યને વેગ આપ્યો હતો.
ઉપરાંત કરાચીના પત્રકારોનો સહકાર પણ ન ભૂલાય એવો હતો. પારસી સંસાર” “સિંધસેવક,” હિતેચ્છુ ” “સિંધ સમાચાર ” તેમજ “અમન ચમન” વગેરેએ મુનિરાજ વિદ્યાવિજય અને એમની સાધુમંડળના કાર્યની પ્રવૃત્તિઓને જનતા સમક્ષ રજૂ કરી કરાચીની પ્રજાની અને મુનિમંડળની સારી સેવા ઉઠાવી હતી.
મુંબઈ સમાચાર જેવા મુંબઈના સુપ્રસિધ્ધ સૈનિકે પણ પિતાના તા. ૩૦ : ૯ઃ ૩૮ના પત્રમાં “ ક્ષમાપના' નામના પોતાના અગ્રલેખમાં આ મુનિમંડળની સેવાની નોંધ લીધી હતીઃ
જૈન મુનિમહારાજે પણ ધર્મના સિધ્ધાંત ફેલાવવા ઉપરાંત લોકોને રાષ્ટ્રપ્રેમી અને સમાજ સેવક બનાવવા માટે શું કરી શકે તેમ છે તે આચાર્યશ્રી. વિજયવલ્લભસૂરિજી અને મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજીએ પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી બનાવી આપ્યું છે. વિદ્યાવિજયજીએ કરાચીના બેકાર જૈનને ઠેકાણે પાડવાની ચેજના તૈયાર કરાવી છે અને જૈનેતરે મને પણ