________________
૨૬૪
ખંડ ૮ મા
સભાઓમાં શ્રી. વિદ્યાવિજયજીએ પ્રવચન કર્યાં. એમાં મુખ્ય બે સભાએ વિશેષ તરી આવે છે. એક અખિલ સિંધ આયુર્વેદ . સમ્મેલન અને અખિલ સિંધ હિંદુ ધર્મ પરિષદ. આ બન્ને મહાસંમેલના મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજીના અધ્યક્ષસ્થાને ભરાયાં હતાં. અધ્યક્ષ સ્થાનેથી મુનિરાજ આપેલાં વિદ્વત્તા અને ઉદારતાપૂર્ણ વ્યાખ્યાનેાની ઘણી ભારે અસર થઇ હતી. સ`ધ સંમેલનના અધ્યક્ષપદે આપેલું વ્યાખ્યાન હિંદીમાં હજારાની સંખ્યામાં વહેંચવામાં આવ્યું હતું.
યુવક પ્રવૃત્તિના સંબંધમાં જુદી જુદી સંસ્થાની મુલાકાતા લઈ ત્યાંના યુવાને ઉપદેશ આપવા, કાલેન્તે હાઇસ્કૂલા, અને હોસ્ટેલમાં જઇ અત્યારના ચું શિક્ષણ લેનારા યુવાનેને તેમનુ કવ્ય સમજાવવું, હરિફાઇનાં વ્યાખ્યાતા યેાજવાં, અને ધાર્મિક ભાવના જાગૃતિ કરવી વગેરે કાર્યક્રમ પણ ચેાજવામાં આવ્યેા હતે.
આ બધી વિવિધ પ્રવ્રુત્તિએક મુનિરાજ વિદ્યાવિજયજી જેવા પ્રખર વિદ્વાન મુનિરાજની યોગ્ય દોરવણીને અંગે થતી હતી.
અને આ પ્રવૃત્તિએ કરાંચીની જનતાએ અંતરના ઉમળકાથી અપનાવી લીધી હતી.
દરેક શુભકાર્યની પ્રવૃત્તિ ઉપાડવા માટે તન, મન અને ધનન જરૂર પડે છે. તન મનથી તો આ સાધુપુરૂષા પ્રજાકલ્યાણના કાર્યે નીકળ્યા હતા. પેાતાના જીવનસ ંદેશ જગતને આપી રહ્યા હતા પણ એને પ્રચાર એની પ્રવૃત્તિાને પહોંચી વળવા દ્રવ્યની જરૂર પડે એ સ્વાભાવિક છે અને તે માટે ફરાચીના કેટલાક ગૃહસ્થાએ પેાતાને સુંદર ફાળા નોંધાવ્યા હતા.