________________
: ૫
કરાચીમાં વિવિધ પ્રવૃત્તિ
વોઈ પણ વિચાશના પ્રચાર માટે વાણી અને કલમ એ બે
ના મુખ્ય સાધનો છે. વિદ્યાવિજયજીનું સિંધમાં અહિંસાનો પ્રચાર કરવાનું મુખ્ય ધ્યેય હતું. આ અહિંસાના પ્રચાર માટે સિંધી તથા હિંદી ભાષામાં પુસ્તકે દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. જાહેર પ્રવચનો જવામાં આવ્યાં હતાં. માંસાહારીઓ સાથે શાસ્ત્રોક્ત ચર્ચા કરી તેમને ઉપદેશ આપી માંસાહાર છોડાવવા માટે સફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
સર્વધર્મની પ્રેમવૃદ્ધિને માટે જુદા જુદા ધર્મની સભાઓમાં નિમંત્રણનો લાભ લઈ જવું, પ્રવચનો કરવાં, શહેરના જુદા જુદા વિદ્વાનોની મુલાકાત લેવી- વગેરે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતે. આવી અનેક