________________
સમસ્ત જૈનાને ભકિતભાવ
૨૧
ઉગ્ન વિહાર કરી મારવાડ અને સિંધનાં ધખધખતાં રેગીસ્થાનાને ખૂલ્લા પગે અને મસ્તક્રુ વિહાર કરી આજે આ મહાન મુનિવરો સિંધમાં પધાર્યા છે. એ એમના અપૂર્વ સ્વાત્યાગ અને જગતકલ્યાણની અદ્ભુત ભાવનાવૃત્તિ છે.
શ્રી. વિદ્યાવિજયજી મહારાજ ની વૈરાગ્ય પ્રત્યેની અભિરૂચિ તેમની તરૂણાવસ્થામાં જ જાગી હતી. તેમણે અત્યંત તરૂણાવસ્થામાં જ સંસાર ત્યાગનું ભીષણ વ્રત અંગીકાર કરેલુ છે અને એમની ખુદ્ધિપ્રગલ્ભતા, એમની અનુપમ વૈરાગ્યવૃત્તિ અને અદ્ભુત ધર્મભાવનાએ એમની કીર્તિની સુવાસ ચોતરફ પ્રસારેલી છે.
એમના આંતરિક અને બાહ્યજીવનમાં આદર્શ સદ્ભાવના અને કલ્યાણભર્યાં આદર્શીવાદ ભર્યાં છે. એમના જીવનનું ધ્યેય જીવદયા જગ અને જનકલ્યાણની ભાવનામાં તન્મય થયેલું છે અને જગકલ્યાણનાં કા માટે જીવદયા પ્રચાર માટે જીવનમંત્ર નિર્ણિત કર્યાં છે.’
કરાચીમાં મુનિરાજ વિદ્યાવિજયજીએ તેમજ એમની મ`ડળીએ પેાતાની દૈનિક પ્રવૃત્તિના કાર્યક્રમ આ પ્રમાણે રાખ્યા હતાઃ
૧ : પ્રાતઃકાળની ક્રિયાથી નિવૃત્ત થઇ નિયમિત વ્યાખ્યાન કરવું. ૨ : આહાર પાણીથી નિવૃત્ત થઈ લેખન-વાચન-મનન. ૩ : બપારે ત્રણથી પાંચ જુદા જુદા ધર્મવાળાએ આવે તેમની સાથે જ્ઞાનગેાષ્ટિ.
૪ : સાંજના પ્રતિક્રમણ પછી નવયુવા અને બીજા જે કા આવે તેમની સાથે શંકા સમાધાન.
અને પ્રવૃત્તિના ચાર વિભાગે યેાજવામાં આવ્યા હતાઃ