________________
સમસ્ત જૈનેને ભક્તિભાવ
ર૫૯
એક ખાસ વાત પણ કહેવાની રહી જાય છે. ધરાનારામાં સ્થાનકવાસી સંઘને ત્રણ આગેવાનો મુનિરાજ વિદ્યાવિજયજીને મળવા આવ્યા હતા અને એમણે એમના પ્રત્યે ભકિતભાવ દર્શાવ્યો હતો. તે વખતે સ્થાનકવાસી સંઘમાં કુસંપ ચાલતો હતો. અને કોર્ટમાં જવાની તૈયારીઓ થઈ હતી એ વાત વિદ્યાવિજયજીને કાને આવી હતી. વિદ્યાવિજઘજીએ એમને જણાવ્યું હતું કે “અમે કરાચી પહોંચીએ ત્યાં સુધી કોર્ટનાં પગથિયાં ચડવાનું મુલતવી રાખજે.” અને તેમની એ સૂચના એમણે માન્ય રાખી હતી. અને ત્યાર બાદ કરાચી આવ્યા પછી તે એમની ભકિતને જાણે મહાસાગર ઉલ્ટી ગયો હતો.
સાધુઓને સિંધમાં લાવવા માટે કરાચીન સ્થાનકવાસી સંઘ પા સૈકાથી પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાંના ડોકટર ન્યાલચંદ રામજીભાઈ દોસી સં. ૧૯૯૦માં પંજાબમાંથી વિહાર કરાવી શ્રી. લિચંદજી નામના સ્થાનકવાસી સાધુને કરાચી ખાતે લાવ્યા હતા. અને ત્યાર બાદ જાણીતા સ્થાનકવાસી આચાર્ય શ્રી. જવાહરલાલજીના શિષ્ય ઘાસીલાલજી બીજા આઠ ઠાણાઓ સાથે કરાચીને વિહાર આવ્યા હતા.
આવી રીતે સાધુઓને સિંધમાં પ્રથમ પદસંચાર કરાવવાને સુયશ સ્થાનકવાસી સંઘ અને ખાસ કરીને તો ડો. ન્યાલચંદ દોસીને ફાળે જાય છે.
અને ડે. ન્યાલચંદ દેસીની સેવાઓ અપૂર્વ હતી. એમણે હાલામાં રહીને સ્વ. શ્રી હિમાંશુવિજયની અપૂર્વ સેવા આદરી હતી. મુનિરાજ વિદ્યાવિજયજીની સાધુમંડળીમાં જ્યારે કોઈની તબિયત કંઈક નરમ જણાતી ત્યારે ડે. ન્યાલચંદ રાત દિવસ સેવા કરતા. તેવી જ રીતે મુનિરાજ વિદ્યાવિજયજીની સખત બિમારીમાં સ્થાનકવાસી ભાઈઓએ