________________
સમસ્ત જૈનેને ભક્તિભાવ
૨પ૭
કેગ્રેસની પ્રવૃત્તિઓમાં પણ એક પ્લેન માત્ર સારે રસ લેતાં હતાં અને તે શેઠ લાલચંદ પાનાચંદનાં ધર્મપત્ની માણેકબહેન. પિતે વાવ હેવા છતાં કાર્ય કરવામાં જુવાનોને પણ શરમાવતા હતાં. એમને થોડા વખત પહેલાં સ્વર્ગવાસ થયો છે.
કરાંચીના બંને જનસંપ્રદાયના નિકટના સંપર્કમાં વિદ્યાવિજયજી આવતાં એમણે જનધર્મના સિદ્ધાંતો એમને સમજાવવાની ને તેને જીવનમાં ઉતારવાની સંભાવના પ્રકટાવી હતી.
ત્યાંના આગેવાન જૈન મહાનુભપકી શેઠ છોટાલાલ ખેતશી, શેઠ જયંતીલાલ રવજી ઝવેરચંદ, શેઠ મેહનલાલ કાલિદાસ માલિયાવાળા શેઠ ખીમચંદ જે પાનાચંદ શેઠ ભગવાનદાસ રણછોડદાસ, શેઠ શિવલાલભાઈ ભાઈચંદ, શેઠ માણેકચંદ નાનજી ગાંધી, શેઠ શંભુલાલભાઈ, શેઠ વેલજીભાઈ, શેઠ વેલજી પૂજા, શેઠ મોહનલાલ વાઘજી, શેઠ વાઘજી ગુલાબચંદ શેઠ મોહનલાલ શાપુરવાળા, શેક શાંતિલાલ છોટાલાલની કુ. વાળા મૂળજીભાઈ, શેઠ ભાઈચંદ ભાણજી, શેઠ મગનલાલ ધરમશી, મણિલાલ લહેરાભાઈ, ખીમચંદ માણેકચંદ, ગાંગજીભાઈ તેજપાળ, ચુનીલાલ ભૂલાભાઈ, સેમચંદ નેણશી, ભીમચંદ રા, ર્ડો. ન્યાલચંદ રામજી દેસી વગેરે કેટલાક જૈન સમાજના આગેવાનો વ્યાપારી આલમમાં પ્રસિધ્ધ હતા. આ સર્વજન મુનિરાજના સંપર્કમાં આવ્યા હતા એટલું જ નહિ પણ એમણે એમના પ્રવચનો દ્વારા સબોધ મેળવી સંતોષ માન્યો હતો. આ બધા ગૃહસ્થાએ યથાશક્તિ તન મન ધનથી આખાયે મુનિમંડળની સેવા કરવા બનતા પ્રયત્ન કર્યો હતો. તે
તે પ્રમાણે કરાંચીના કેટલાક જૈન સેવાભાવી યુવકેએ પણ ઉત્સાહથી ગુરૂભક્તિ દર્શાવી હતી. તેઓમાં ફૂલચંદ વર્ધમાન, મણિલાલ કાલિદાસ
મુ. ૧૭