________________
:૫૮: સમસ્ત જેનોનો ભકિતભાવ
I તાના કરાચીના વિહાર દરમિયાન મુનિરાજ વિદ્યા
વિજયજીની નજરે ત્યાંના સમસ્ત જૈન સમાજની એક ખોટ ખાસ વખતેવખત આવતી રહી હતી અને તે કોઈ પ્રભાવશાળી નેતાની. મંદિરવાસી અને સ્થાનકવાસી બંને પ્રેમમાં એ કેઈ બુઝર્ગ પ્રભાવશાળી નેતા એમના જોવામાં ન આવ્યો કે જે કઈ આંટીઘૂંટીને પ્રશ્ન ઊભો થતાં એનું સમાધાન કરે. કઈ ધાર્મિક કે સામાજિક કાર્યમાં મતભેદ પડતાં એનો ઉકેલ કાઢે. - કરાચીની સાડાત્રણ હજાર જેની વસતિમાં આંગળીને વેઢે ગણી શકાય એટલા જૈન પણ કરાચીના જાહેર જીવનમાં આગળ પડત ભાગ લેતા હેય એમ જણાયું નહિ.