________________
૨૫૮
ખંડ ૮ મે
ચુનીલાલ ચતુર્ભ જ, માવજીભાઈ, તલકશી દવાવાળા, ભાગચંદ ખેતશી, વીકમચંદ તુલસીદાસ, ભાઈલાલ, પ્રાણજીવન, મહાવીર વિદ્યાલયના પ્રિન્સિપાલ મોતીચંદ માસ્તર, નરભેરામ નેમચંદ, ન્યાલચંદ કુવાડિયા, જયશંકર પોપટલાલ, મણિલાલ ગુલાબચંદ, મણિલાલ વાઘજી, મણિલાલ બાવીસી, ઠાકરશી કેકારી, પાનાચંદ ટેળિયા, ખેતશી શાહ, ચતુર્ભુજ વેલશી, સુરચંદ ખુશાલચંદ, વાડીલાલ છગનલાલ, ફૂલચંદ દલાલ, પારસી સંસારવાળા ઠાકરશીભાઈ ખેંગારભાઈ, માસ્તર મઘાલાલ જગજીવનદાસ કેકારી, હંસરાજ તેજપાલ વગેરેએ પોતાના હૃદયથી –તન અને મનથી સારી સેવા બજાવી હતી.
કરાંચીની પ્લેનમાં સમજુબહેન છોટાલાલ ખેતશી તેમજ માણેક બહેન લાલચંદ પાનાચંદ જેવી કેટલીક બહેનો સ્ત્રી સમાજના સુધારા માટે સાર્વજનિક પ્રવૃત્તિ સારી કરતાં હતાં. છતાં વિદ્યાવિજયજીના પિતાના ત્યાંના નિવાસ દરમિયાન એમ લાગ્યું કે જૈન બહેનોના સુધાર માટે જો કઈ ખાસ મંડળ હેય તે ઘણું સારું. . કરાંચીની જૈન ડેનોની સાદાઈ વિષે વિદ્યાવિજ્યજી જણાવે
' જ કરાચીમાં સિંધી અને પારસી કોમની કાફી વસતિ છે. તે કોમની ડેનમાં ફેશન ઘણું જ આગળ વધી છે. આવા શહેરમાં ને આવી વસતિની વચમાં રહેવા છતાં અમારી જૈન પ્લેનમાં એ ફેશનની અસર થવા પામી નથી, કદાચ કંઈ અસર હોય તો તે નહિ જેવી જ. કરાચીની જૈન વ્હેનો પોતાના દેશ કાઠિયાવાડ, કચ્છ અને મારવાડની મર્યાદાને હજુ જાળવી રહી છે એ ખરેખર સદભાગ્યની નિશાની છે.”
* “મારી સિંધયાત્રા.” પાન ૨૦૮