________________
: ૩૬ :
ગુરૂદેવના અંગરક્ષક તરીકે
Oા જરાતમાં પ્રવેશ કર્યો અગાઉ વિજયધર્મસુરિના એક
અંગરક્ષક–સેવક તરીકે વિદ્યાવિજયની ગુજરાતમાં ખૂબ
છે ખૂબ પ્રસિધ્ધિ થઈ ગઈ. કારણ કે શ્રી વિજયધર્મસુરિજી જ્યાં જ્યાં વિહાર કરતા અથવા રાજા, મહારાજા, કલેકટર, ગવર્નર, એડમિનિસ્ટ્રેટર કેઈને પણ મળતા, ત્યાં ત્યાં સર્વ સ્થળે વિદ્યાવિજયજી સાથે હોય હોય ને હોય જ અને તેથી જનતાનું ધ્યાન વિદ્યાવિજય તરફ વધારે ખેંચાતું. તેમાં કે જ્યારે જ્યારે જનતા વિદ્યાવિજયનાં પ્રવચનો સાંભળતી, ત્યારે ત્યારે તે મંત્રમુગ્ધ બની જતી. વાણીને સતત વહેતા પ્રવાહ શ્રોતાઓ ઉપર જબરો જાદુ જમાવતો.
દરેક ગામમાં યુવાનોને તે વિદ્યાવિજયનું આકર્ષ કણ અનેરૂં થઈ પડયું હતું. એમની આસપાસ નવજુવાનોનાં ટોળાં જામતાં અને ચર્ચાને