________________
૧૭૬
ખંડ ૬ ઠ્ઠો
વિદ્યાલયનું ) પટાંગણ છે. એ માર્ગે ગાય, ભેંસ, બકરાઓ જ ચરવા જાય છે. ત્યાં ખેતરોનાં વિશાળ મેદાન ઉપર પવનની ફરફર આવ્યા કરે છે. વાતાવરણ પવિત્ર છે-સ્વચ્છ છે. દુનિયાના રાગદ્વેષથી એ સ્થળ પર છે.
શ્રી. વિજયધર્મસૂરિ સમાધિ મંદિર તથા વિદ્યાલય અને છાત્રાલય એ આ સ્થળનાં અનેરાં આકર્ષણ છે.
આ સંસ્થાઓને અંગે એક સુંદર ઉદ્યાન વિદ્યાર્થીઓએ પોતે બનાવ્યું છે. એ ઉદ્યાન અનેક પ્રકારનાં નાનાં મોટાં વૃક્ષો અને સુગંધિત છોડવાઓ વેલેથી સુશોભિત છે અને સંધ્યા કાળે પવનની મીઠી ફરફર આવે છે તે વખતે ગુલાબ, મોગરો, ચમેલી, જાઈ, જુઈ આદિનાં પુષ્પની સુગંધી વાતાવરણને સુવાસમય બનાવી દે છે. આ વિશાળ બગીચામાં મોટર ફરી શકે એવી લાલ માટીની વિશાળ સડકો છે. સડકોની બંને બાજુએ લાઈનબંધ સફેદ પાષાણના થાંભલા છે. આ થાંભલા ઉપર લાગેલી વિશાળ હાંડીઓમાં જ્યારે રાત્રિના સમયે વીજળીની બત્તીઓ ચમકારા મારે છે, ત્યારે આ આખું યે પટાંગણ અપૂર્વ શોભા આપે છે.
વીરતત્વ પ્રકાશક મંડળનું પટાંગણ એ તો વિદ્યાર્થીઓનું આશ્રયસ્થાન છે. વિદ્યાર્થીઓ અહીં ભણે છે. અભ્યાસ કરે છે, જમે છે, ને નિંદ લે છે. અહીં જ તેઓ જીવન માટેની સિદ્ધિ પ્રાપ્ત કરે છે-આત્માનાં આરોગ્ય મેળવે છે. | ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મારવાડ, મેવાડ, માળવા વગેરે સ્થળોના વિદ્યાર્થીઓ સંસ્કૃતનાં પાન કરવા શિવપુરીને આંગણે આવે છે. ને જીવનનું ભાથું હૈયાંની ઝોળીમાં ભરી લે છે.
પ્રાચીન સમયના આપણા ઋષિમુનિઓનાં આકામોની યાદ આ સ્થળને નિહાળતાં આવ્યા વિના રહેતી નથી. અને તેમાં કે જ્યારે મેટાં