________________
--
શિવપુરીની પ્રયાણ
૧૯૧ શ્રી. વિજ્યધર્મસૂરિજીના અંગરક્ષક, બન્ને વિદ્વાન, બન્ને સાહિત્યકાર, એક જ આસન ઉપર બેસી સત્તર સત્તર વર્ષ સુધી, પિતાના ગુરૂની , છત્રછાયામાં રહી, ગુરૂની સેવા કરી, ગુરૂની કીતિ વધારી અને સાહિત્ય સેવા કરી. એ બન્નેને મતભેદ, વિરોધ, એટલે મૂર્તિા અવિષ્યતિ એવી ઘટના પરતુ ખટપટમાં અતિકુશળ, “ભાગલા પાડો ને સ્વાર્થ સાધે' ના સિદ્ધાન્તમાં ગૂંથાઈ ગએલાઓએ એક જ અવિભક્ત ભારતના ભાગલા શું નથી પડાવ્યા ? પતિપત્નીમાં, બે ભાઈઓમાં, પિતાપુત્રમાં, સંઘમાં ને તિઓમાં જ્યાં જ્યાં વૈમનસ્ય થયાનો-ભાગલા પયાને ઈતિહાસ તપાસીશું તે એમાં ત્રીજી શક્તિનું જ કાવતરું નીકળશે. આવા પ્રેમી, વિદ્વાન, સમજુ અને બેબે દસકા સુધી નિરંતર સાથે રહી ગુરૂ અને સાહિત્યની સેવા કરનાર સંત સાધુ પુરૂષોમાં પણ એવી જ કે ત્રીજી શક્તિએ ભાગલા પાડવાનો સફળ પ્રયત્ન કર્યો. - આમ છતાં પણ બન્નેનાં હદય સાધુહદય હતાં. એટલે બન્નેને દુઃખ તો અવશ્ય થતું, અને છેવટની ઘડી સુધી આ બધું શું થઈ રહ્યું છે? આ ઝેરી વાતાવરણ શું? એની સમજ ન પડી તે ન જ પડી.
પરિણામ એ આવ્યું કે વિદ્યાવિયજીએ ચતુર્માસ ઉતરે સંસ્થા છોડી ગુજરાત તરફ જવાનો નિર્ણય કર્યો. તેમને લાગ્યું કે આ બધું મારે શા માટે જોઈએ? મારે માટે તે આખું જગત સેવાનું ક્ષેત્ર પડયું છે. તેઓની એ પણ ખાતરી હતી કે “જે મારૂં હદય સાફ છે, નિષ્પાપ છે, મારા હૃદયમાં ઈર્ષ્યા નથી, દ્વેષ નથી, તો જરૂર અમે બન્ને પાછા એકના એક થઈશું. પાણીમાં લાકડી મારવાથી પાણી જુદું નથી થતું. એટલે શુદ્ધ હૃદય આખરે શુધ્ધ તરીકે જ પ્રગટ થશે.”
* બેંધ-“સમય સમયનું કામ કરશે જ.”વિદ્યાવિજયને આ દઢ