________________
ખંડ ૮ મે
ઊતરી રહ્યા હતા. મારવાડના ખીણવદી ગામમાં વિદ્યાવિજયજી અને એમની સાધુમંડળીનો મુકામ હતો.
એરણપુરા રોડથી એક સાથે બે તાર મળ્યા. એક તાર કરાવી સંઘનો હતો. તેમાં કરાચી સંઘે આગ્રહપૂર્વક વિનંતિ કરી હતી.
- બીજે તાર કરાચીના એક વખતના જાણીતા આગેવાન શેઠ કાળાગલાના પત્ર ચતુર્ભુજભાઈનો હતો અને એમાં જણાવવામાં આવ્યું હતું કે “જો તમે અમારી વિનંતિને સ્વીકાર નહિ કરે તે પોતે તથા બીજા ગૃહસ્થ ઉપવાસ ઉપર ઉતરશે.”
આ તાર વાંચી ધર્મસંકટ ઊભું થયું. સિંધના વિચારને અળગે મૂકી બીજી તરફને કાર્યક્રમ ઘડાઈ રહ્યો હતો ત્યાં તે અચાનક આ બોમ્બ ધડાકા છો. “સિંધ” અને “ઉપવાસ પર જવાની નોટીસ અર્પનાર ગૃહસ્થ અને તેમના મિત્રોની વિનંતિ સાચા હદયની હતી.
હવે એ વિનંનિનો રવીકાર કરે જ છુટકે હતો.
અને સૌ મુનિયોનાં હૈયામાં એ વાત વસી ગઈ, વિચારોમાં પરિ. વર્તન થયું. અંદર અંદર ચર્ચા થઈ ને શિવગંજમાં ફરીને આઠ દિવસ સુધી વિચાર કરી જણાવવાનું નકકી કર્યું અને તે મુજબ સંધને જવાબ આયો..
- આઠ દિવસ તે જોતજોતામાં પૂરા થઈ ગયા. સમયને જતાં શી વાર? એ તે પાણીના રેલાની માફક વહી જાય છે. સમયને એનું કામ કરતાં સરસ આવડે છે. હજુ તો મુનિમંડળ વિચારણામાં જ હતું ત્યાં તે શેઠ વાઘજી ગુલાબચંદ, શેઠ ખીમચંદ જે. પાનાચંદ, મણિલાલ