________________
૫ર
ખંડ ૮ મે
તે ઉપરાંત હીરાલાલ ગણાત્રા જેવા નિસ્વાર્થ કરાંચીના સેવકની સેવાઓ પણ ન ભૂલાય એવી છે. આજે અનેક ગરીબ કુટુંબ એમને આશીર્વાદ આપી રહ્યાં છે.
કબીરપંથના આચાર્ય સ્વામી બાલકૃષ્ણદાસજીને પણ અહીં વિદ્યાવિજયજીને પરિચય થવા પામ્યો હતો આ વિદ્વાન આચાર્ય સાત્વિક કૃત્તિના, ધર્મચર્ચા અને જ્ઞાનધ્યાનમાં પોતાનો સમય વિતાવતા હોઈ બીજા સાધુઓને દષ્ટાંત રૂપ છે.
તા ૨૪ મી ઓકટોબર ૧૯૭૭ નો દિવસ હતો. ત્રણ ત્રણ સ્થળે પ્રવચનો કરી થાકી રાતે દશ વાગે વિદ્યાવિજયજી સુવાની કરી રહ્યા હતા એટલામાં એક જાણે સંદેશો આવ્યોઃ “એક પારસી ગૃહસ્થ આપની પાસે સમય માગે છે. તેમનો ટેલિફેન છે.”
અને એમણે એમને બીજા દિવસે ચાર વાગે મળવા જણાવ્યું
બીજા દિવસે બબર ચારના ટકે એક પારસી ગૃહસ્થ વિદ્યાવિજયજી પાસે આવી પહોંચ્યા. જરાક બેઠા ન બેઠા ત્યાં તે એમના નયનમાંથી આંસુ ટપટપ ટપકવા લાગ્યાં.
- વિદ્યાવિજયજીએ એમનો હાથ પકડીને બેસાડ્યા. એના વાંસા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું
ભાઈ ! શાંત થાવ-ચિંતા કરશો નહિ. તમારા મનની વ્યથા નિખાલસપણે મને જણાવો. ગુરૂદેવ સૌ સારાં વાનાં કરશે.”
થોડીક વારે હૈયાને ભાર હળવો કરતાં એમણે જણાવ્યું:
“કાલે એક અદના શ્રોતા તરીકે તમારું પ્રવચન સાંભળ્યું આપના ઉપદેશની અસર મારા ઉપર ભારે થઈ છે.”