________________
સજજનેને સંપર્ક
૨૫૩
એટલું કહી પોતાના દાદાના સમયથી અત્યારનાં જીવન સુધીની કહાણી એમણે મુનિ મહારાજ વિદ્યાવિજયજીને કહી સંભળાવી. એકબાજુથી એ પારસી ગૃહસ્થ પિતાની જીવનકહાણ રજૂ કરતા હતા અને બીજી બાજુએ મુનિરાજના હૈયામાં અનેક પ્રકારનું મંથન ચાલતું હતું. તેઓ તો વિચારના મહેરામણમાં જ જાણે ડૂબી ગયા હતા.
“આ એક પારસી ગૃહસ્થ અને હું એક જૈન સાધુ ! મારે તેમનો પરિચય નહિ. તેઓ મને શું કહી રહ્યા છે? આ બધી યે હકીક્ત કહેવાને તેમણે મને પાત્ર સમજી લીધે છે? એક છોકરો પોતાના પિતાની આગળ ન કહી શકે, એક શિષ્ય પોતાના ગુરૂને પણ કહેતાં સંકોચાય, જ્યારે એક પારસી ગૃહસ્થ ગંભીરતાપૂર્વક જે જે બાબતો કહી રહ્યા હતા તેમાં નહોતા સંકેચ કે નહોતો ભય. હૃદયની ચેખી નિખાલસતા દેખાતી હતી.”
લગભગ એક કલાક તેમણે પિતાની જીવનકહાણી સંભળાવી અને અંતે કહ્યું
“મહારાજ ! ઈન્સાન જ્યાં સુધી યોગ્ય પુરૂષની આગળ પિતાના દિલની સાફ વાત કરતો નથી, ત્યાં સુધી ગમે તેવા અમૃતમય ઉપદેશનું એક બિંદુ પણ એના હૃદયમાં ટકતું નથી અને એ જ કારણ છે કે આજે આટલા આટલા ધર્મગુરૂઓ ઉપદેશ આપે છે, પરંતુ પાપોથી મલીન કપટથી ભરેલા, નાપાક હૃદયમાં એની કંઈ જ અસર થતી નથી.’
- વિદ્યાવિજયજીને આશ્ચર્ય થયું. આટઆટલી નિખાલસતાથી કઈ પિતાને એની જીવનકથા સંભળાવે એ એમને માટે આ પહેલે જ પ્રસંગ હતો. એમને એમના હિંદભરના પ્રવાસોમાં આ એક જ માનવી એવો મળ્યો હતો અને તે આ પારસી ગૃહસ્થ. અને વિદ્યાવિજયજીના શિષ્ય બનેલા એ ગૃહસ્થનું નામ : એદલ નસરવાનજી ખરા.