________________
સીજનોને સંપક
કરાચીમાં કેટલીક ગણનાપાત્ર વિશિષ્ટ વ્યક્તિઓને વિદ્યાવિજયને પરિચય થયો. તેઓમાંની મુખ્ય વ્યક્તિઓનાં નામ આ પ્રમાણે છે: પારસીઓના વડા ધર્મગુરૂ દસ્તુર ડ. માણેકજી ના વાલા, પીએચ. ડી. મહાન વિદ્વાન હાઈ પોતાના ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી છે. પિતાના ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ એ બહોળું જ્ઞાન ધરાવે છે. તેમના ગ્રંથે યુરેપ અમેરિકા આદરપૂર્વક પ્રસિદ્ધ કરે છે,
એવી જ બીજી એક અગ્રગણ્ય પારસી વ્યતિ જમશેદ મહેતાને ગણી શકાય. શાંત પ્રકૃતિની એ ગંભીર વ્યકિત કરાંચીના ગૌરવ સમી છે. એમાં આપણને કરાંચીની સાચી નાગરિકતાનાં દર્શન થઈ શકે છે.
પ્રજાનાં જીવનમાં ઓતપ્રોત થયેલા આ મહાનુભાવ જાણે જનસેવા માટે જ ન જમ્યા છે. સમાજના બધાં દુઃખીયાને જાણે એ વિસામો.