________________
પ્રવેશ પ્રસંગે
ર૪૯
તે ઉપરાંત કરાંચીના “સિંધસેવક પત્રે પણ એમનું ભાવભીનું સ્વાગત કરતાં પિતાના પત્રમાં લખ્યું હતું:
આવા એક તત્વજ્ઞાની મહાપુરૂષ મુનિ શ્રી. વિદ્યાવિજયજી મહારાજ કરાચીના પાદરે આવી પહોંચ્યા છે. સિંધમાંના માનવસમાજના દુખદર્દોની આગને તત્વની સમજથી શાંત કરવામાં ફિલસુફે વિચરે છે દુઃખી સમાજને શાંતિ આપવા અને દુ:ખનો નાશ કરવાનો ઉપાય બતાવવા તત્વજ્ઞાન માટે જનતાનો શબ્દ હોય તો તે ધર્મ છે. ધર્મ એટલે વાડ કે પંથ નથી. ધર્મ એટલે તથ્થાતથ્યની સમજ, વિવેકાવિવેકનું જ્ઞાન, કર્તવ્યઅકર્તવ્યની ઓળખ, અને જુદા જુદા ધાર્મિક પંથેના મૂળતતપાસતાં તે બધાનો સાર આજ માલમ પડશે.
ગાંધીજી જ્યારે કરાચી પધારે છે ત્યારે જો કે તેમની પ્રવૃત્તિની વ્યવસ્થા કે ગ્રેસ તરફથી થાય છે, છતાં તેમનો ઉપદેશ સાર્વત્રિક હોય છે. તેજ પ્રમાણે મુનિશ્રી વિદ્યાવિજયજીની પ્રવૃત્તિઓની વ્યવસ્થા શ્રી જૈન સંઘ તરફથી થશે, પણ તેઓ જનસમાજને ઉપયોગી એવો બોધ પ્રસારવા અહીં પધારે છે. ગાંધીજીનો બોધપાઠ અહિંસા, દયા, વિવેક, સુવિચાર વગેરે સર્વ તો પર મુનિશ્રી ઉપયોગી બોધ આપી શકવા સમર્થ છે. તે સાથે તેઓ રાષ્ટ્રના પણ પ્રખર પ્રચારક છે. એવા તત્વજ્ઞાનીનું કરાચીને આંગણે સ્વાગત કરતાં અમને હર્ષ થાય છે !
કરાચીમાં પ્રવેશ કરતાં સર્વ પ્રથમ પ્રવચન આપતાં મુનિરાજ શ્રી. વિદ્યાવિજ્યજીએ જણાવ્યું હતું
અમારા પૂ. ગુરૂદેવ વિધર્મસુરિ મહારાજ વીસ પચીસ વર્ષ પહેલાં સિંધમાં આવવાની ભાવના રાખતા હતા. તેઓ સિંધને પિતાના