________________
२५०
ખંડ ૮ મો
ચરણેથી પવિત્ર કરે તે પહેલાં તેમણે આ મનુષ્ય દેહને ત્યાગ કર્યો છે. આજે તેઓ મોજુદ હેત અને સિંધના પ્રવેશ વખતે તેઓશ્રીનું તમે આવું સન્માન કર્યું હોત જો તે ઘણું જ વાજબી લેખાત અને હું માનું છું કે તેઓના ચરણ સ્પર્શથી સિંધ પવિત્ર બની જાત.
તેમની સેવામાં પાછળ પાછળ ચાલતાં અમને જે હર્ષ થાત, તે હર્ષ આજે નથી. આ વાતનું મને દુઃખ છે, અને બીજું સિંધમાં મારી સાથે સેવા કરવાનાં સ્વપ્ન સેવી રહેલે મારે વ્યવહાર દષ્ટિએ શિષ્ય અને સાથી, પ્રખર લેખક, વક્તા અને શોધક શ્રી. હિમાંશુવિજયજી અકાળે હાલામાં સ્વર્ગવાસ થતાં તે મારી સાથે નથી, તેનું પણ દુઃખ છે. તે કલકત્તા યુનીવર્સિટીના ન્યાય વ્યાકરણ સાહિત્યનો ડિગ્રીધારી સાધુ હતે. એના અવસાનથી અમારી પ્રવૃત્તિમાં એની ખોટ વખતેવખત જણાયા વગર નહિ રહે.