________________
૨૪૮
ખંડ ૮ મે
હતા. પોતાની સજનતાનો એ રીતે એમને સૌને કરાંચીની જનતાએ પરિચય કરાવ્યો હતો.
કરાચીના “હિતેચ્છુ ” પત્રે આ પ્રસંગે કરેલી નોંધ ઉચિત હેઈ તે આ મુજબ છેઃ
જૈનોના સ્વ. મહાન સુરિસમ્રાટ શ્રી. વિધર્મસૂરિશ્વરજી મહારાજના દિલમાં સિંધ પ્રદેશમાં અહિંસાના પ્રચારાર્થે આવવાની એક પ્રથમ ભાવના હતી, પણ તેઓશ્રીના સ્વર્ગવાસથી સિંધની ભૂમિ આ મહાન વિભૂતિનાં દર્શનવિહોણી રહી ગઈ. મુનિ મહારાજ શ્રી વિજયધર્મ સુરિશ્વરજીને આજે કોણ નથી પિછાણતું ? તેઓશ્રી બાબત જાહેરસભામાં બોલતાં ઈદરના એક વિદ્વાન ૉકટરે જણાવ્યું હતું કે “આચાર્ય વિજય ધર્મસૂરિને નહિ જાણતા હોય એવા કેટલાક શિક્ષિતો હિંદમાં હશે, પણ જર્મનીમાં દરેક ગામ અને મહોલ્લામાં આચાર્યનું નામ પ્રખ્યાત છે. ખુદ મેં પોતે આચાર્યશ્રીનું નામ પહેલવહેલું જર્મનીમાં સાંભળ્યું હતું.
આવા વિશ્વવિખ્યાત આચાર્યશ્રીના વિદ્વાન શિષ્ય મુનિ મહારાજ શ્રી. વિદ્યાવિજયજી અને મુનિમહારાજ શ્રી. જયંતવિજયજી અને બીજા ત્રણમુનિરાજે શિવગંજ (મારવાડ) થી લગભગ ૫૦૦ માઈલ પગે ચાલીને ભૂખ અને તરસની પરવા કર્યા વિના મારવાડ અને સિંધના ભયંકર જંગલ અને વેરાન રેતીનાં રણે વટાવીને, મારવાડની કડકડતી ઠંડી અને સિંધની આગ વરસાવતી સખત ગરમી સહન કરતાં કરતાં સિંધ દેશના પાટનગર કરાચી ખાતે તેઓશ્રીનાં પુનિત પગલાં થયાં છે, એ સિંધના લેનાં અહોભાગ્ય ગણાય. આ મહાન ત્યાગીઓને કરાચીને આંગણે અમે દિલેજાન આવકાર આપીએ છીએ.”