________________
સિંધની સફરે
૨૩૯
એના ઉપર ચાલવાનો અભ્યાસ ન હોય, તેમને માટે તો એ સાહસ જ ગણાય. અને એ પૂલ ઓળંગી માણસ જ્યારે જમીન ઉપર આવે ત્યારે એને એમ જ થાય કે જાણે નવો અવતાર લીધા.
મીરપુરખાસ એ સિંધનો એક જીલ્લો છે. જોધપુર લાઈનના કંટ્રોલર હરગોવિંદદાસની સાચી ગૃહસ્થાઈ અને સાધુભક્તિનો વિદ્યાવિજ્યજીને અહીં પરિચય થયો. તેવી જ બીજી એક સૌજન્યમૂર્તિ રામસ્વરૂપજી પંજાબીનો પણ પરિચય થયો. તે ઉપરાંત ટીકીટ કલેકટર જસવંતરાજજી અને પુરૂષોતમદાસની મંડળીએ પણ સારો સેવાભાવ દર્શાવ્યો હતો.
ત્યાંના મેંબર અને આર્ય સમાજના પ્રધાન, ગુરૂદન્નામલજી વૃધ્ધ હોવા છતાં એક યુવાનને શરમાવે તેવું કાર્ય કરતા માલમ પડ્યા. ત્યાં વિદ્યાવિજ્યજીનાં ત્રણ પ્રવચનો યોજાયાં હતાં.