________________
૨૪ર
ખંડ ૮મો
ગૌશાળાના મેદાનમાં આ ભવ્ય પ્રસંગ ઉજવાયો હતો. જૈનોના તીર્થકરની યંતી પ્રસંગે મુસ્લીમો અને હિંદુઓ અગ્રગણ્ય ભાગ લે અને એ ધર્મના મુનિરાજને પ્રવચન દ્વારા મહાવીરના અહિંસાના સંદેશને હિંસા કરનારી પ્રજા સાંભળે એ આશ્ચર્યજનક ઘટના હતી.
અને એ અપૂર્વ પ્રસંગ ત્યાંથી આખા મુનિમંડળે વિહાર કરતાં તા. ૧૨ મી મેં ૧૯૩૭ના રોજ હૈદ્રાબાદ શહેરમાં પ્રવેશ કર્યો.
અહીં વિદ્યાવિજયજીને હૈદ્રાબાદની નહિ સિંધની નહિ બલકે આખા હિંદની એક વિરલ વિભૂતિ સૌમ્યમૂર્તિ સાધુ વાસવાણીને પરિચય થયો.
હૈદ્રાબાદમાં દીવાન લાલચંદ એડવાણીનું સંસ્કારી કુટુંબ પણ વિદ્યાવિયજીના સમાગમમાં આવતાં એમનું ભક્ત બન્યું.
આ કુટુંબની ભક્તિભાવવાળી કુમારિકા બ્લેન પાર્વતી સી. એડવાની સંસ્કૃત સાથે ગ્રેજ્યુએટ થઈ હોઈ જેને આપણે વિદુષી કહી શકીએ એવી એક આર્ય સન્નારી છે.
હૈદ્રાબાદના નિવાસ દરમિયાન બહેને પાર્વતી અને એમના આખા કુટુંબે વિદ્યાવિજયજીની સારી સેવા કરી હતી. કરાચીમાં પણ વખત વખત એ વ્યાખ્યાન સાંભળવા આવતાં હતાં. વિદ્યાવિજયજીના પરિચયમાં આવતી બેડેન પાર્વતીએ માંસાહાર ત્યાજ્ય કર્યો છે. મુનિરાજના પાંચ ગ્રંથોનો આ વિદુષી ઓંને સિંધીમાં અનુવાદ કર્યો છે અને એ અનુવાદ પ્રસિદ્ધિને પ્રકાશ પણ જોઈ શકે છે.
વિદ્યાવિજયજીના ગુરૂદેવ સ્વ. વિજયધર્મસૂરિ મહારાજની જયંતીઓ