________________
કરાચીને કિનારે
૨૫
આખી મંડળી જંગલમાં બેઠી હતી. વાતાવરણ શાંત હતું ત્યાં અજરામરે મીઠી હલકે ગીત છેડયું:
“કોઠારી નિંદર તારી ઉડાડ,
મારે જાવું છે પેલે પાર. કોઠારી આ ગીત સાંભળતાં જ આખા મુનિમંડળનો થાક ઊતરી ગયો.
કવિતા માનવજીવનમાં સંજીવની છાંટે છે. જીવનના મર્મભાવને જાગૃત કરે છે. હૈયાને આનંદ આપે છે. વાતાવરણને અજબ રંગે રંગી દે છે એ વાતની સૌને પ્રતીતિ થઈ.
જોગશાહી મુકામે કરાચીથી આવેલા કેટલાક ભાઈઓએ જણાવ્યું કે મલીર પહોંચશો, ત્યારે કરાચીથી બે ચાર હજાર માણસો ત્યાં ઉતરી આવશે અને આવે તો કરાચી સંઘે એમનું આતિથ્ય કરવું પડે!
આ સાંભળતાં વિદ્યાવિજયજીને કરાચી સંઘને ભોગવવી પડનાર મુશ્કેલીનો ખ્યાલ આવી ગયું. તેમણે સંઘના મંત્રી ઉપર એક કાગળ લખી જણાવ્યું :
મારી જાણમાં આવ્યું છે કે મલીરમાં કરાચીથી મોટી સંખ્યામાં ભાઈ બહેને દર્શનાર્થે આવશે. પરંતુ તેમ થાય તે ઘણો મોટો વ્યય કરાચીના સંઘને થઈ જાય. કરાચીના ભાઈબહેનો આવો ખર્ચ ન કરે તે જ સારું છે.'
આ પ્રમાણે સૂચના મોકલ્યા છતાં કરાચીનાં ભકિતભાવ દર્શક ભાઈબહેને હજારોની સંખ્યામાં મલીર આવી પહોંચ્યા. ત્યારે હૈયામાં