________________
હાલા ને હૈદ્રાબાદ
૨૪૧
હાલામાં સંસ્કૃત અને પ્રાકૃતના અસાધારણ વિદ્વાન, ઇતિહાસના ઉપાસક, સંશોધનના છજ્ઞાસુ, સારા વકતા અને લેખક એવા મુનિ હિંમાશુવિજય જેવા એક ત્રીસ વર્ષના જુવાન સાધુ બિમાર પડ્યા અને એમની એ બિમારી જીવલેણ નીવડી.
- વિદ્યાવિજ્યજીના એ શિષ્ય થાય. વિદ્યાવિજયજીને એમને માટે અપાર મમતા હતી. કારણ હતું એ નવજુવાનની વિદ્વતા. હિંમાશુવિજયની સારવાર પાછળ કરાચીના ડે. ન્યાલચંદ, તલકશીભાઈ, પી. ટીશાહ, ખુશાલચંદ, વ્રજલાલ, રવિચંદ વગેરેએ તેમ જ હાલા સંઘે ભારે જહેમત ઉઠાવી હતી પણ ભાવિ કે મિથ્યા કરી શકતું નથી.
હાલાની ભૂમિ બત્રીસલક્ષણા સાધુને આમા જાણે ન માંગી રહી હોય જાણે એના આગમનની રાહ ન જોઈ રહી હોય જાણે એના અવસાન માટે જ સૌ મુનિમંડળને હાલાને વિહાર ન નિર્માણ થયો છે-એવી ઘટના-દુઃખદ ઘટના-હૈયું વલોવે એવી ઘટના બની ગઈ
વિદ્યાવિયજીનાં પગલાં જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં વાતાવરણમાં અજબ ચેતન આવતું.
હાલામાં પણ ત્યાંના જૈનસંઘે ઉઘાપન, અઢાઈ મહોત્સવ, વરઘોડો વગેરે ધાર્મિક ક્રિયાઓ ઉત્સાહથી આદરી. સૌ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું. સિંધ જેવી માંસાહારી પ્રજાની વચમાં ભગવાન મહાવીરની જયંતી હિંદુ અને મુસ્લીમેના સંપૂર્ણ સહકારથી ઉજવવામાં આવી.
વધારેમાં મહાવીર સ્વામીની જયંતીને દિવસે કઈ પણ મુસલમાન હિંસા ન કરે એ જાતનો પ્રબંધ પણ મુસ્લીમ પીરે તરફથી કરવામાં આવ્યો હતો.
મુ.૧૬