________________
સિંધમાં પ્રવેશતાં
૨૩૫
જેમ જેમ વિદ્યાવિજયજી સિંધ તરફ આગળ વધતા ગયા તેમ તેમ એમને અવનવો અનુભવ થવા લાગે.
આખું જગત અનુભવની પાઠશાળા છે. એમાં માનવીને ડગલે ને પગલે ઘણું ઘણું શીખવાનું છે. આખા જીવનભર જે વિદ્યાર્થી દશા અનુભવે છે તે જગતની ઝીણામાં ઝીણી બાબતોને પોતાનો અભ્યાસ અને અનુભવ દ્વારા જાણી શકે છે-સમજી શકે છે બીજાને સમજાવી શકે છે. વિદ્યાવિજયજીનું પણ એમ જ છે. તેઓ મહાન વિદ્વાન હોવા છતાં સદાયે એક વિદ્યાર્થીની જીજ્ઞાસાથી જ પોતાનો અભ્યાસ કરે જાય છે.
વાયતુથી આખી મંડળી સંધારા જઈ રહી હતી. આ બાજુ રેતીના ડુંગરે એક પછી એક ઘણા આવે છે. આ ડુંગરની વચ્ચે થઈને પસાર થતાં છાતી ધડક્યા વિના રહેતી નથી. કોઈ આવીને કુહાડીને ઘા કરી બેસશે તો એવો વિચાર વિદ્યાવિજ્યજીના મનમાં ઉદભવ્યો ત્યાં તો એમણે એક બિહામણા માનવીને જોયો. એ એક મુસલમાન હતો. પગથી માથા સુધી એણે કાળો પોષાક પહેરેલ હતો. ખભે બંદૂક નાખેલી હતી એની સાથે એક સ્ત્રી હતી.
વેશ ઉપરથી જણાતું હતું કે તે એક સિંધી મુલલમાન છે. વિદ્યાવિજયજીની નજીક આવતાં એનું સ્વરૂપ નિહાળી એમને જરાક લેભ થયો. તેઓ પોતે અત્યારે એકલા હતા. એમને લાગ્યું કે આની સાથે કંઈક વાત કરૂં.
વિદ્યાવિજ્યજીએ પૂછયું: “તમે મુસલમાન છો?” તેણે કહ્યું: “હા.” તમે ગેસ્ત ખાવ છો ?”