________________
૨૩૬
ખંડ ૮ મે
જવાબ મળ્યોઃ “હા.”
વિદ્યાવિજયજીએ એને પ્રશ્ન કર્યો “ કુરાને શરીફમાં માંસ ખાવું જાયજ માનવામાં આવ્યું છે?”
એ બોલ્યોઃ “ના”
કુરાને શરીફનું નામ સાંભળતાં તે ઘણે ખુશ થયેલ જણાય. તે તે પછી લગભગ અડધો કલાક સુધી તેણે મુનિરાજ સાથે વાત કરી અને તેણે તથા તેની સ્ત્રીએ ખુદાના કસમ ખાઈ માંસ-માછલીને ત્યાગ કર્યો.
માલાણ પરગણાનું મુખ્ય નગર બાડમેર છે. ત્યાં જેનોનાં ૪૦૦ જેટલાં ઘર એટલે આશરે પંદરસો માણસોની વસતિ છે.
' તે વખતે ત્યાંના હાકીમ મગરૂપચંદજી ભંડારીની સહાયતા સૌ મુનિમંડળે અનુભવી. તે ઉપરાંત ત્યાંના યતિ નેમિચંદજીની વિદ્વતાનો પણ ત્યાં પરિચય થયો. એમના પિતાના પુસ્તકાલયમાં હસ્તલિખિત પુસ્તકનો ભંડાર પણ સારે છે.
વિદ્યાવિજયછે અને એમની સાધુ મંડળીએ આ બધા પ્રદેશમાં વિહાર કરતાં મારવાડની હદ છેડી.