________________
સિંધમાં પ્રવેશતાં
૨૩૩
બાલોતરા સ્ટેશનથી છ માઈલને અંતરે એ આવેલું છે. ઊંટ અને બળદગાડાં દ્વારા ત્યાં જઈ શકાય છે.
ત્યાંથી સિવાણપદ્ધ વગેરે પ્રદેશનો મુનિમંડળીએ વિહાર કર્યો. સિવાણાગઢમાં શેઠ અમીચંદજી વગેરે ગૃહસ્થની ઉદારતા પણ સૌએ અનુભવી.
ત્યાંથી આ મંડળી અસાડ આવી. આ ગામમાં જોની સારી જેવી વસતિ હોવા છતાં ભિતા તે દુર રહી પણ ઉભા રહેવા માટે પશુ કોઈ સ્થાન આપવા તૈયાર ન હતું, સિવાણગઢથી આ મંડળી સાથે સવા સો ગૃહર આવ્યા હતા. કરાંચી સંઘ તરફથી પણ બે કાર્યકર્તાઓ હતા. મહામહેનતને પરિણામે આ મંડળીને થોડુંક સ્થાન મળી શકયું. અહીંના બધા જૈને તેરાપંથી હતા. તેમને એમના ગુરૂઓ તરફથી એ પાઠ શીખવવામાં આવ્યો હતો કે “તમારે અમારા સિવાય કંઈ પણ સાધુને માનવા નહિ, એમને સ્થાન આપવું નહિ કે ગેયરી પણ આપવી નહિ.” સાધુઓની વાત તો અલગ રહી, પણ જીવને બચાવવા માટે પણ કેશીષ ન કરવી. આ તેમને ઉપદેશ હેય છે.
આજે ધર્મના અનુયાયીઓના હૈયામાં ક્યા પ્રકારનાં વહેણ વહી રહ્યાં છે, તે આ દૃષ્ટાંત ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે. આજે જાણે જગતમાંથી માનવતા અદશ્ય ન થઈ રહી હોય !
આજે પોતાના જ ધર્મબંધુઓ માટે આવી તુચ્છ મનોદશાને પ્રચાર કરનાર ગુરૂઓ સમસ્ત માનવજાતનું કલ્યાણ તો શું કરે ? એ તે જ્ઞાની કવિ અખાએ કહ્યું છે તેમ:
ગુરૂ કયાં મેં ગોકુલનાથ, ધરડા બળદને ઘાલીનાથ.”