________________
સિંધમાં પ્રવેશતાં
૨૩૧
મન મજબૂત હોય તેને મુશ્કેલીઓ ડરાવી શકતી નથી. આત્માનું બળ બધી મુશ્કેલીઓમાંથી પોતાનો માર્ગ શોધી લે છે. શ્રદ્ધા જેવું જગતમાં કે બળ નથી.
સિંધના પ્રદેશમાં વિહાર કરવા માટે અનેક રસ્તાઓનું માર્ગદર્શન વિદ્યાવિજયજીએ મેળવ્યું હતું. ખાસ કરીને ગવર્નમેન્ટ સરવસેના ટ્રોંગનેમેટ્રીકલના સિંધ સુધીના નકશા એમણે મેળવી લીધા હતા. | ગુજરાતથી જનારાઓ માટે વીરમગામથી નગરપારકર થઈ ઈસ્લામકોટ, મીડી, જુદો, મીરપુરપાસ થઈને હૈદ્રાબાદ અને કરાચી જવાય છે.
કઠિયાવાડમાંથી મોરબી, માળીયાનું રણ, કચ્છ અને કચ્છમાંથી ખાવડાના રણમાં થઈને અથવા નખત્રાણા થઇને બદીના, ઠઠા થઈને કરાચી જવાય છે.
આ મુનિમંડળીને મારવાડમાંથી સિંધનો પ્રવાસ આદરવાનો હતો એટલે શિવગંજથી મારવાડના પ્રાંતને ઓળંગીને બાલોતરા આવી રેલ્વેના પાટાનો રસ્તો પકડવો એવો વિચાર એમણે રાખ્યો હતો અને તે જ પ્રમાણે એમણે પ્રસ્થાન આદર્યું હતું.
અજાણ્યા મુલકમાં પગપાળા વિહાર કરવો એ માટે ઘણાં ભયસ્થાને નડે છે. જો કે આ તો પાંચસો સાતસો માઈલનો જ વિહાર હતો, છતાં ગામોની, ભિક્ષાનાં ઘરની, પાની, રોકાવા માટે મકાનની વગેરે અગવડતા દૃષ્ટિ સમીપ દોડી આવતી હતી.
આ મુસાફરી માટે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાના આસીસ્ટંટ પોલી ટીકલ સેક્રેટરી મેજર Gaisford સાહેબે એક પરિચય પત્ર લખી આપ્યો હતો જે માર્ગમાં ઘણે ઉપયોગી થઈ પડ્યો હતો.