________________
કરાચીને નિર્ણય
મંડળી, બાકી સંધના પંદરસો માણસને ગમે તેવો આગ્રહ કરવાની છુટ હતી.
મુનિરાજ વિદ્યાવિજયજીએ ઉપવાસ ઉપર ઊતરવા તૈયાર થયેલા ભાઈ ચતુર્ભુજને પત્ર દ્વારા જણાવ્યું
તમારા ઉપવાસ ઉપર જવાના સત્યાગ્રહની સૂચનાએ મારા દિલને હચમચાવી મૂકયું હતું. આખરે તમારી અને કરાચીના સમસ્ત શ્રીસંઘની આંતરિક લાગણી અને ભક્તિએ વિજયે મેળવ્યો છે.
કરાંચી આવવાનું નક્કી કર્યું છે. પિષ સુદ ૪ ના દિવસે પ્રસ્થાન કરીશું. કુલ છ સાત સાધુઓ આવીશું.'
તમે જાણતા હશો કે હું કરાંચી શહેર જેવા નથી આવતું. તમારા જેવા ભક્તોના ઘરની સુંદર ગોચરી વહેરવા નથી આવતું. હું આવું છું સિંધમાં કંઈ સેવા કરવાને. ભગવાન મહાવીરને સંદેશ સંભળાવવાને. આ કાર્યની સફળતા થડે ઘણે અંશે પણ ત્યારે જ થઈ શકશે કે જ્યારે વ્યવસ્થા અને સંગઠનપૂર્વક કામ ઉપાડવામાં આવશે. આ જમાને પ્રચાર કાર્યો છે એ ભૂલવું ન જોઈએ.
તા. ૧૩મી જાન્યુઆરી, ૧૯૭૭ પિષ સુદ ૪ સં. ૧૯૯૩ને શનિવારના રોજ સવારના સવા નવ વાગે શિવગંજની પરવાડની ધર્મશાળાથી સિંધની માત્રા માટે દેવગુરૂનું સ્મરણ કરી શ્રી. વિદ્યાવિજ્યજી અને બીજા છ મુનિરાજોએ અન્ય મિત્ર સાધુઓની અને સંગ્રહસ્થાની વિદાય લઈ સિંધ જવા માટે પ્રયાણ આવ્યું