________________
૨૨૮
ખડ ૮ મે
-
-
શરીરને ઢાંકવા બે ત્રણ વસ્ત્રો અને સુવા બેસવા માટે સાડા ત્રણ હાથ જમીન. આ એક સાધુની જરૂરિયાત.
સાધુ જ્યારથી ઘર છોડી ત્યાગને માગે પ્રસ્થાન કરે છે ત્યારથી એને માટે કષ્ટનો સામનો કરવાનું લખાયેલું હોય છે. એમ કસોટીઓમાંથી પસાર થઈ જાય ત્યારે કુંદનની માફક શુદ્ધ બની શકાય છે.
અને વિદ્યાવિજયજીએ જવાનો નિર્ણય કર્યો. એમની સાથે એમના આત્મબંધુ મુનિરાજ જયંતવિજયજી, મુનિ વિશાળવિજયજી, મુનિ હિમાંશુવિજયજી, મુનિ નિપુણવિજયજી, મુનિ દાનવિજ્યજી અને મુનિ જીવવિજયજીએ પ્રસ્થાન આરંભવાની સંમતિ દર્શાવી.
સિંધના જૈન સંઘના એ પ્રતિનિધિમંડળને મુનિરાજેએ પિતાને નિર્ણય દર્શાવ્યા.
જયંતવિજયજીએ કહ્યું: “અમે તમારું નિમંત્રણ સ્વીકારી આવીએ છીએ પણ એક શરતે. તમારે અમને એક ચોમાસાથી વધારે રહેવાની વિનંતિ ન કરવી.’
કરાચીન ગૃહસ્થાએ જવાબ દીધો“મુનિરાજ! વિનંતિ કરવી એ તો અમારે ધર્મ છે, છતાં આપ અમારા સંઘનું માન રાખો છો તો અમે આગ્રહ નહિ કરીએ.”
અને એ “અમે એટલે? એ “અમે' શબ્દને ખરો અર્થ મુનિરાજોને કરાચીમાં જ સમજાય.
કરાચીમાં એક ચોમાસું વિતાવ્યા બાદ મુનિમંડળે વિહાર માટે અનુમતિ માગી ત્યારે “અમે” એટલે ત્યાં આવેલા પાંચ છ ગૃહસ્થાની