________________
કરાંચીને નિર્ણય
રર૭
બહેરાભાઈ મહેતા, મૂળજીભાઈ જીવરાજ કુલચંદ વર્ધમાન-એ સંભાવિત સજ્જનનું પ્રતિનિધિમંડળ ત્યાં આવીને ખડું થઈ ગયું.
વિદ્યાવિજયજી તો એમનો ભક્તિભાવ નિહાળી સ્તબ્ધ થઈ ગયા. એમની વાણીએ મૌન ધર્યું. હૈયું વલેવાઈ ગયું. એમના ભક્તિભાવે મુનિરાજના દિલને વલોવી દીધું.
શા માટે કરાચીનો સંઘ આટ આટલે આગ્રહ કરે છે ? એની પાછળ એમની સંભાવના છે. એમને ઉદ્દેશ સ્તુત્ય છે. એમને જૈન સાધુઓને સંદેશ સાંભળો છે. ધાર્મિક ક્રિયાઓ સમજવી છે. આત્માના ઉત્કર્ષની કેડી નિહાળવી છે.'
વિહારમાં મુનિમંડળને જરા પણ મુશ્કેલી ન પડે તે માટે પોતાના ધંધા રોજગાર છોડી આ જૈન ગૃહસ્થો પણ મુસાફરીને ત્રાસ વેઠવા તૈયાર થયા હતા. જયારે સંસારીઓ આટલું બધું સહન કરે–ભેગ આપે તો પછી સાધુઓએ એમની વિનંતિને કેમ માન્ય ન કરવી ?
હવે કર્તવ્યનો સાદ સંભળાવા લાગ્યો વિદ્યાવિજયજીને લાગ્યું કે કર્તવ્યની કેડી ઉપર જતા માનવીને ગુજરાત શું ને કાઠિયાવાડ શું? સિંધ શું ને પંજાબ શું ? જ્યાં ધર્મ ખેંચી જાય ત્યાં જવું. એ જ પિતાનો ધર્મ છે; એમાં જ સેવા છે; એમાં જ અંત્માનો અવાજ છે.
ભગવાન મહાવીર અને એમના અનુગામીઓએ અનાર્ય દેશમાં વિહાર કરી ભયંકર યાતનાઓ ભોગવી હતી. આજનો ભક્તવર્ગ તો મુનિરાજેને જરા પણ કષ્ટ ન પડે તે માટેની વ્યવસ્થા કરવા તત્પર હતો.
પછી સાધુને વિચાર શા? સુધાની તૃપ્તિ માટે પાશેર અનાજ,