________________
સાધુસંમેલન
૨૦૯
જગતનો દરેક મનુષ્ય પછી તે હિંદુ હો કે મુસ્લીમ હો ઈસાઈ હો કે શીખ હૈ, યહુદી છે કે પારસી હો, બધા જ કઈને કઈ ધર્મનું આરાધન કરે છે.
શરીરને આત્માની જેટલી જરૂર છે, મુખને નાકની જેટલી જરૂર છે; તેટલી જ જરૂર છે જીવનને ધર્મની. કેઈ સુંદરી સોળ શણગાર સજીને ઊભી હોય પણ જો તેનો ઘુંઘટ ઊઘાડનાં નાક ન હોય તો કેવું લાગે ? ખરેખર ધર્મ રહિત જીવન પ્રાણ વિનાના કલેવર જેવું જ છે.
વિશેષમાં યુવાનોને ઉદ્દેશી એમણે જણાવ્યું: “ઓ યુવાન ! આજે તમારામાં યુવાનીનું ખમીર છે. આ જમાને બુદ્ધિવાદને છે. મારા બાપદાદા અમુક કરતા હતા માટે જ મારે એમ કરવું એમ રૂઢિના ગુલામ ન બનશો. હું તમને સંદેશ આપું છું કે કે તમારા ભાષણો પર ટીકા કરે, તમારા વિચારે ઉપર હુમલા કરે, પણ જરા યે મચક ન આપશે. તમારે દરેકે આજે મારટિન લ્યુથર (Martin Luther) બનવાની જરૂર છે.
એક બાજુ આખું યુરેપ થયું પણ એણે શો જવાબ આપ્યો ? ભલે એક બાજુ આખું જગત થાય પણ જ્યાં સુધી મારા વિચારોનું સિધ્ધાંતથી ખંડન કરવામાં નહિ આવે ત્યાં સુધી મારા વિચાર કેરવીશ નહિ.’ એ જ પગલે ચાલી તમે રૂઢિના ગુલામ ન બનતાં અંતઃકરણના અવાજને માન આપીને તમારું જીવન ઘડે.”
બીજા દિવસે પ્રાતઃકાળમાં “દેહગામ મંડળી” એ અમદાવાદમાં પ્રવેશ કર્યો. સર્વત્ર ખૂબ ઉત્સાહ હતો.
દેહગામ મંડળી પૈકી શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી, મહોપાધ્યાય
સુ. ૧૪