________________
જન્મભૂમિમાં
૨૧૫
તે વર્ગનું સુખ છે. વતનનાં હાલ કેના હૈયામાં ન હોય? સાબામાં પ્રવેશ કરતાં એમને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો. એનાં સ્મરણો જાગૃત થયાં. તે વખતે પોતે કયી સ્થિતિમાં હતા અને આજે કયી સ્થિતિમાં છે એ આખો ઇતિહાસ દષ્ટિ સમીપ ખડો થઈ ગયો. એ ઝાડો ને એ ખેતરે, એ નદીનાળાં ને એ કૂવાઓ, ઘણી ઘણી બાબતમાં તો ઘણું ઘણું પરિવર્તન થઈ ગયું હતું.
ગઈ કાલનો સાઠંબાનો એક સામાન્ય છોકરો આજ સાઠંબાના શણગાર રૂપ બનીને આવ્યો હતો.
સાઠંબા છોડયું ત્યારે બહેચરદાસે ખાલી હાથે વિદાય લીધી હતી. આજે એ સંસ્કાર ધન-ધાર્મિક સંસ્કાર ધનની અમૂલી કમાણું કરીને પિતાના વતનમાં આવ્યા હતા.
ગામ છોડતી વખતે અનાથ-નિરાધાર સ્થિતિમાં છેડયું હતું. આજે તો એ સાધુ બનીને ધર્મ-સંસ્કાર-સંપત્તિનો પણ અણમૂલે ખજાનો લઈ આવ્યા હતા.
પરમાત્માની દયાનો-ગુરૂદેવના આશીર્વાદને જાણે એમના ઉપર વરસાદ વરસ્યો હતો.
અને વિદ્યાવિજ્યજી એ પ્રસંગે ભૂતકાળનાં અનેક પગથિયાં ઊતરી ગયાં. પિતાના માતા, પિતા, ભગિની એ બધાં દૃષ્ટિ સમીપ તરી આવ્યાં અને ભૂતકાળનાં સ્મરણ જાગતાં હૈયામાં શી શી અનુકમ્પાઓ આવે છે? શી શી વેદના થાય છે? પણ વિદ્યાવિજયજી સાધુ હતા. એમનાં હૈયાએ વિરાગના વાઘા સજ્યા હતા. એમણે માત્ર ભૂતકાળની ગુફામાં ઉતરી મરણની સૃષ્ટિમાં થોડા સમય માટે વિહાર કરી લીધો. આજ એ