________________
કરાંચીનું નિમંત્રણ
રર૩
કે ન પૂછો વાત-ધમ ધમ ધખતો ઉનાળો આવી જ પહેચે-એમાં વિહાર શી રીતે થઈ શકે ?
આખરે કાંચીના સંઘની સંમતિથી એક ચાતુર્માસ મારવાડમાં કરવા નિર્ણય કર્યો.
આ વખતનું સં. ૧૯૯૧નું ઉદયપુરનું ચાતુર્માસ પણ ખૂબ સફળ થયું. શેઠ રેશનલાલજી ચતુર, શેઠ કાફલાલજી મારવાડી, શેઠ ભંવરલાલજી સિ ગરવાડીયા આદિ ગૃહસ્થાએ ખૂબ ભક્તિનો લાભ લીધે. અનેક જાહેર વ્યાખ્યાનો થયાં. ઉદયપુરના મહારાણા શ્રો. ભેપાળસિંહજીએ પણ ઉપદેશને લાભ લીધો. ચાતુર્માસ ઉતરે જે પ્રદેશમાં . મૂર્તિપૂજક સાધુ કદાચ નહિ ગયા હોય, તે પ્રદેશમાં મેવાડના વિકટ પ્રદેશમાં વિદ્યાવિજ્યજીએ વિહાર કર્યો, દયાદાનનો નિષેધ કરનાર તેરાપંથીઓને દયા દાનનો પાઠ પઢાવ્યું. પુરમાં તો કેટલાયે તેરાપથિયોને મૂર્તિપૂજક બનાવ્યા.
આમ મેવાડનાં પહાડો ને જંગલમાં વિચરી શ્રી. વિદ્યાવિજ્યજી પિતાના શિષ્ય હિમાંશુવિજયજીને સાથે લઈ મારવાડ ગયા. ઠેઠ મારવાડ રાણકપુર તીર્થ સુધી, ઉદયપુરના શેઠ કાફલાલજી મારવાડી, પોતાના કુટુંબ સહિત સાથે ગયા ને ભક્તિનો લાભ લીધા.