________________
: ૫૦:
કરાચીનું નિમંત્રણ
રાંચીના જૈન સંઘ તરફથી શ્રી. વિદ્યાવિજયજીને કરાંચી
૦ પધારવા વિનંતી થઈ. પાટણનું માસું નક્કી કરી છેડા દિવસ માટે એમને આબુ જવાનું થયું. ત્યાં તે ઉદયપુરનું પ્રતિનિધિ મંડળ આવ્યું. પાટણ અને ઉદયપુરની “ટગ ઓફ વોર ’માં ઉદયપુર જીતી ગયું. અને ઉદયપુરના ચાતુર્માસમાં પાછી કરાંચીના સંઘની વિનંતી શરૂ થઈ. એટલું જ નહિ પણ ત્યાંના આગેવાન ગૃહસ્થોનું એક પ્રતિનિધિ મંડળ ઉદયપુર આવ્યું. આ પ્રતિનિધિ મંડળમાં શેઠ ખીમચંદ જે. પાનાચંદ, મણિલાલ લહેરાભાઈ મહેતા, શ્રી. મ. લ. શાહ, શ્રી ચુનીભાઈ ગુજરાતી અને શ્રી ચતુર્ભુજ વેલજી મુખ્ય હતા.
નવા નવા પ્રદેશમાં વિહાર કરવો કોને ન ગમે? છતાં જૈન સાધુઓનો વિહાર એટલે પગપાળા મુસાફરી. જાણે હાથે કરીને હેરાનગતિ વોરવાની હોય એવો એ વિકટ પ્રવાસ. પગે ચાલવાનું, ભિક્ષાની દુર્લભતા