________________
સાધુસંમેલન
૨૧૩
પછી પણ નિષ્ફળ થતા સંમેલનને મુનિરાજ વિદ્યાવિજયજી અને એમના વિદ્વાન મિત્ર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ સફળ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. શ્રી વિદ્યાવિજયજીએ સાધુ સંમેલનનું સિંહાવલોકન કરતાં કેટલીક મહત્વની વસ્તુઓનો નિર્દેશ કર્યો હતો
સંમેલન તરફથી દશમા ઠરાવ પ્રમાણે પાંચ મુનિની એક સમિતિ નીમવામાં આવી હતી. અને એ સમિતિનું નામ “જૈનધર્મસત્યપ્રકાશ સમિતિ રાખવામાં આવ્યું હતું. એ સમિતિમાં સાગરાનંદસૂરિ, લબ્ધિસૂરિ, લાવણ્યવિજયજી, દર્શનવિજ્યજી અને વિદ્યાવિજયજી-એમ પાંચ મુનિઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમિતિ તરફથી તટસ્થ જૈન ધર્મપ્રકાશ નામનું માસિક કાઢવામાં આવ્યું અને વિદ્યાવિજયજી એમાં અવારનવાર લેખો લખતા. હજુ પણ આ માસિક ચાલે છે.
જુઓ પરિશિષ્ટ – સાતમું .