________________
૨૧ર
ખંડ ૭ મે
મુનિરાજ દર્શનવિજયજી (ર૦) મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી (૨૧) મુનિરાજ ન્યાયવિજયજી (૨૨) શ્રી. વિજયોદયસૂરિ (૨૩) શ્રી. વિજયદર્શનસૂરિ (૨૪) પં, લાવણ્યવિજ્યજી (૨૫) મુનિ હેમેન્દ્રસાગરજી (૨૬) ઉપા. સિદ્ધિ મુનિજી.
બાકીના સાધુઓમાં કોઈ શાંત, ગંભીર અને વિદ્વાન પણ હશે; પરંતુ તે બાદ કરતાં બહુ જ નિરાશા ઉપજે તેવું દશ્ય હતું. આ સાધુ સમુદાયને તપ, ત્યાગ, વૈરાગ્ય અને સ્વાધ્યાય જાણે ભૂતકાળનાં સંસ્મરણો હોય તેવો ભાસ થતો હતો. પરિચયમાં આવનારાઓને સહેજે જણાઈ આવતું કે કેટલાક સાધુઓને સામાન્ય-લખતાં વાંચતા પણ આવડતું નહિ, કેટલાક સાધુઓ વર્ષોથી ભણવા છતાં પ્રથમ માર્ગો પદેશિકા કે ગુજરાતી શુધ્ધલેખનાદિ શીખી શક્યા ન હતા, તો કેટલાક અભ્યાસમાં હોશિયાર હોવા છતાં શરીરના એવા નિસ્તેજ-નિર્માલ્ય દેખાતા હતા કે તેમને જોઈ કેઈ સંયમધારી કે શક્તિશાળી સાધુને જોઈએ છીએ તેવું લાગે જ નહિ; રાજભાષાનું અજ્ઞાન તે આગળ પડતા સાધુઓથી લઈ લગભગ બધામાં જ જોવામાં આવ્યું. વર્તમાન જીવનને અનુરૂપ ઉપદેશ પ્રણાલી, નવાં ઉદીયમાન બળો સાથે ધર્મતત્વોની ઉપયોગિતાનો ખ્યાલ, જગતના વર્તમાન બનાવો અને વર્તમાન-પત્રાદિ બળોની અનભિજ્ઞના પણ તેટલી જ તરી આવતી. ચાનું વ્યસન ને મલમલનાં બારીક કપડાંને મેહ, એ પણ ત્યાગી સાધુઓ માટે અનિચ્છનીય દેખાતો હતે. નજીવી બાબતોમાં ચડસા ચડસી કરવા ઉતરી પડવું, એ પણ અશોભનીય જણાતું. વિદ્યાવિજયજી જેવા દેશદેશાન્તરમાં ફરી જાહેર પ્રવચનો આપનારા ઉભા થઈને બોલે, એ પણ પ્રારંભમાં તે કેટલાકને નહોતું ગમતું અને એમાં ધર્મને નાશ દેખાતા હતા.
કહેવાય છે કે જૈન સાધુઓના ચોત્રીસ દિવસ સુધીની કાર્ય પ્રણાલી