________________
૧૦
ખંડ ૭ મા
દેવવજયજી, તથા પન્યાસ લાભવિજયજી વગેરેએ ઉજમની ધર્મ – શાળામાં, શ્રી. વિદ્યાવિજયજી, શ્રી. જય ંતવિજયજી, શ્રી. વિશાળવિજયજી હિમાંશુવિજયજી તથા શ્રી, બુદ્ધિસાગરસૂરિના શિષ્યા હું મેન્દ્રસાગરજી વગેરે આમલીની પાળના ઉપાશ્રયમાં, આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી તથા પન્યાસ ધ`વિજયજીએ ડેલાના ઉપાશ્રયમાં, આચાર્ય શ્રીવિજય સૂરિએ લવારનીપેાળના ઉપાશ્રયમાં અને મુનિશ્રી સંપત્તવિજયજી તથા ધર્માંવિજયજી આદિએ શાહપુર મંગળ પારેખના ખાંચે સ્થિરતા કરી હતી. આ મ`ડળીએ ડેલાના ઉપાશ્રયે બંધબારણે કેટલીક મસલત કરી હતી.
ફાગણ વદ ૩ તે રિવવારના રાજ બેઠકના પ્રારંભ થયા. સૌ મૌન ધરીને બેઠા હતા.
શ્રી. વિજયવલ્લભસૂરિજીએ મૌન તોડવાના મંગલાચરણ રૂપે એ શબ્દો કહ્યા પછી મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજીએ લગભગ વીસ મિનિટ ખૂબ ભાવવાહી ભાષણ કર્યું" અને તેમાં કાઇ પણ ઉપાયે શાંતિ થાય અને કાઇ સંગીન કામ કરી શકાય તે લક્ષમાં લઇ કામ કરવા સૂચના કરી. ત્યાર પછી તેમણે દેહગામ મંત્રણામાં પસાર થયેલ એ ઠરાવા રજૂ કર્યાઃ
(1) શાંતમૂર્તિ શ્રી. હુંસવિજયજી મહારાજના સ્વર્ગવાસ અંગે શાક દર્શાવવા અંગેના ઠરાવ.
(૨) શ્રી. કેસરિયાજી તીર્થ માટે શ્રી શાંતવિજયજીએ આદરેલા અનશન પ્રત્યે સહાનુભૂતિ બતાવવા અંગેનેા ઠરાવ.
આ બંને ડરાવે રજૂ કરતાં એમણે ચેાગ્ય વિવેચન કર્યું. રામવિજયજીએ કેસરિયાજી તીર્થ ના રાવ માટે કહ્યુંઃ