________________
શિવપુરીની પ્રયાણુ
૧૩
વિદ્યાવિજયજીની વિદાયનું દૃશ્ય અતિ કરુણુ હતું. શરીરમાંથી આત્મા નીકળતા હોય, તે વખતની જે સ્થિતિ હોય, તેવી સ્થિતિ સંસ્થાની હતી. સરથાના વિદ્યાથી ઓ, કાર્યકરા અને નાકરાનાં હૃદયા ચીરતાં હતાં. આખી સંસ્થાનું પટાંગણ નિસ્તેજ - જાણે ઝાડા પણ રૂદન કરતાં હોય, એવું બન્યું હતું. શહેરથી બહાર અ ંતિમ ઉપદેશ આપતાં શ્રી. વિદ્યાવિજયજીએ પેાતાને સાધુધમ બજાવ્યેા હતા. અને જ્યાં આત્મા કલુષિત અને, એવા સ્થાનમાં ન રહેવાની પેાતાની છૂટતા બતાવી હતી. તે ઉપરાન્ત અત્યાર સુધી સંસ્થાની સેવાના કાય માં સાથ આપનાર સંસ્થાના સુપરિન્ટેન્ડેન્ટ ભાઈ સત્યનારાયણજી પડયા, પ્રધાન અધ્યાપક પ. રામગોપાલાચાય અને અા અધ્યાપડ, તેમજ સ્થાનિક સમિતિના સભ્યા ડો. મેઘેસાહેબ, ડૉ. તામ્બેસા, ૫. રામનાથજી શર્મા, શ્રી. ભાલેરાવળ, શ્રી. ચિ’ચણીકર, શેઠ કરમલજી, શેઠ ાનમલ, શેઠ હિમ્મતમલજી આદિને ધન્યવાદ આપ્યા હતા.
વિદ્યાવિજયજીની વિદાય પ્રસંગે જ, વિદ્યાવિજયજીનાં જન સંધ્યા, ડે. ક્રીઝે સુભદ્રાદેવી)ને રાજમાતાએ પેાતાની પાસે મેાલાવી લીધાં હતાં. એટલે ભૈયાસાહેબની 1 સુધી, સાત સાત વર્ષ સુધી જેમની સેવામાં રહી અધ્યયન કર્યું, એવા ગુરૂને વિદાય આપી, છૂટા પડતાં, એમના હૃદયને અત્યન્ત આંચકા લાગ્યા.
આમ સૌની દુ:ખપૂર્ણ વિદાય લઇ મુનિરાજ એ સાધુએ અને કેટલાક વિદ્યાથી ઓ સાથે આગળ વધ્યા.
એમની વિદાય પછી થોડા જ દિવસોમાં સંસ્થા ના સુપરિન્ટેન્ડેન્ટે પણ સંસ્થામાંથી વિદાય લીધી.
૩. ૧૩