________________
મુનિસંમેલનની પ્રાથમિક ભૂમિકા
૨૦૩
આ સિવાય ખીજા પણ અનેક સાધુએએ દેહગામ તરફ પ્રયાણ કર્યું.
દહેગામ મંત્રણા પરિષદને જૈનજ્યેાતિના વિહાર સમાચારમાં પ્રગટ થયેલાં નામેા ઉપરાંત પણ બીજા સાધુઓના ટેકા મળ્યો.
શ્રી. વિજયવલ્લભસૂરિ તથા શ્રી. વિજયન્યાયસૂરિ અમદાવાદથી વિહાર કરી દહેગામ આવ્યા. શ્રી. દનવિજયજી, શ્રી. જ્ઞાનવિજયજી, અને શ્રી. ન્યાયવિજયજીએ પણ તેના પ્રત્યે સંમતિ દર્શાવી. શ્રી. જયસિંહરિ તથા શ્રી. વિજયમાણિકસિંહરિ અને ભૂપેન્દ્રસૂરિ તથા શ્રી. તીથે ન્દ્રસૂરિ પાર્ટીંચદ્ર ગવાળા સાગરચંદ્રજી મહારાજ આદિ ખીજા પણ ઘણાએએ તેના પ્રત્યે સહકારની લાગણી વ્યક્ત કરી. આ રીતે જોત જોતામાં જૈન સમાજના જૂના અને નવા વિચારવાળાએ વચ્ચે ભારે રસાકસી ઉત્પન્ન થઈ.
દહેગામના શ્રાવકાની ભક્તિ સુંદર હતી. આગળના વર્ષોંમાં મુનિ શ્રી. વિદ્યાવિજયે ચાતુર્માસ અહીં ગાળ્યુ. હાવાથી તેમના સંસ્કારામાં અત્યંત વૃધ્ધિ થઈ હતી.
શ્રી. વિદ્યાવિજયજીની નાદુરસ્ત તબિયત હોવા છતાં એમણે આખી પરિસ્થિતિને મજબૂત રીતે સાચવી રાખી હતી અને સૌ મુનિરાજોનુ સ્વાગત કરવા દહેગામ આવી પહેાંચ્યા. વિદ્યાવિજયજીનું પ્રારંભિક સ્વાગત વ્યાખ્યાન એટલે સમસ્ત ચાતુવિધિ જૈન સંધની વર્તીમાન સ્થિતિનું ચિત્ર.
તા. ૨૫-૨-૩૪ ના રાજ મંત્રણાની શરૂઆત થઇ. લગભગ અઢીસા સાધુએને આ મ`ત્રણામાં સાથ હતા.