________________
૨૦૪
ખંડ ૭ માં
આજે દહેગામનું દશ્ય મનોહર લાગતું. એને આંગણે અનેક મુનિરાજોની પધરામણી થઈ રહી હતી. આજ ધર્મધુરંધરો ધાર્મિક મંત્રણા અર્થે આ નાનકડા નગરને ધર્મપુરી બનાવી રહ્યા હતા.
પધારેલા સાધુઓમાં વિદ્યાવિજયજી, જયંતવિજ્યજી, રિદ્ધિસાગરજી, સિધ્ધિમુનિજી, પંન્યાસ, લાભવિયછે, પં. ન્યાયવિજયજી, મુનિ પ્રેમવિજયજી તથા બીજા ઘણા મુનિરાજે સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા.
બરાબર દસના ટકોરે આચાર્ય શ્રી વિજયવલ્લભસુરિજી આદિ પધાર્યા હતા. દહેગામનો સંધ તથા ત્યાં બિરાજમાન દરેક સાધુઓ એમનું સ્વાગત કરવા સામે ગયા હતા.
સાધુઓની મંત્રણાને અંગે સાડાચાર વાગે દહેગામના મેટા ઉપાશ્રયમાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના પ્રમુખપદે એક જાહેરસભા ભરવામાં આવી હતી. તેમાં મુનિરાજ વિદ્યાવિજયજીએ સ્વાગત-વ્યાખ્યાન આપ્યું હતું.
વિજયવલ્લભસૂરિ, નીતિસૂરિ, માણેકરિ, ભૂપેન્દ્રરિ, કારવિજ્યનો સમુદાય, વિમલન સમુદાય (રંગવિમલજી) મોહનલાલજીનો સમુદાય વગેરે ઘણું સમુદાયો ભેગા મેળવવાનો સંપૂર્ણ યશ વિદ્યાવિજયજીને મળતો. આ સંમેલનમાં ખૂબ કામ કર્યું. મોટા મોટાઓ સાથે ખૂબ પરિચય થયો. ખૂબ પ્રશંસા થઈ. તુટી જતા સંમેલનને બચાવવાને પણ વિદ્યાવિજયજીને યશ મળ્યો.
જુઓ પરિશિષ્ટ પાંચમું