________________
મુનિ સંમેલનની પ્રાથમિક ભૂમિકા
૨૦૫
જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુસંમેલન એટલે વીસમી સદીના જૈનઈતિહાસનું એક ઉજજવળ પ્રકરણ. જૈનધર્મની પુનિત સાધુસંસ્થા પોતાના ઉચ્ચ સ્થાને પાછી કેમ સ્થાપિત થાય ? એ મુનિરાજે દ્વારા પુનિત ભાવે જૈન સમાજના બળતા પ્રશ્નોને ઉકેલ કેમ આવે? આવા આવા મંગલ ઉદેશથી આ સંમેલન યોજવામાં આવ્યું હતું. મુનિસંમેલન સંબંધી શ્રી. વિદ્યાવિજયજીના જે વિચારો પ્રકટ થયા હતા તેમાંના કેટલાક આ પ્રમાણે છે –
જૈન સમાજના ચાતુર્વિધ સંઘમાં શ્રમણ સંસ્થાનું હંમેશા પ્રાધાન્ય રહ્યું છે, અને કાળે કાળે તેના પર સમાજોન્નતિની આશાઓ રાખવામાં આવે છે. આવી સંસ્થામાં શિથિલ્ય ન પેસી જાય, સુંવાળપ પ્રવેશ ન કરે, માનાપમાન અને પરિગ્રહ વૃત્તિ સતેજ ન બને એ માટે એ સંસ્થાને અંગે અનેક વિચારણાઓ સમયે સમયે કરવામાં આવી છે; સંમેલન યોજવામાં આવ્યાં છે, ધારાધારણ ઘડવામાં આવ્યાં છે અને પુનઃ એ શ્રમણ સંસ્થાને સુદઢ બનાવવામાં આવી છે.’
આજે સાધુસમાજમાંથી જ્ઞાન અને ચારિત્ર્યને ઘટાડો થઈ રહ્યો છે; ગુજરાત છોડી બહારના પ્રદેશોમાં વિચરવાની તેમને ઇચ્છા થતી નથી. શિષ્ય, ગ્રંથભંડાર, ઉપાશ્રય આદિનો મોહ વધતો જાય છે. સમાજનો મોટો ભાગ આ શિશિલતાઓ સામે પિકાર કરી રહ્યો છે. શ્રદ્ધાનાં તેજ ઓલવાતાં જાય છે. આપણી શ્રવણ સંસ્થા ખરાબા નજીક પહોંચતાં પહેલાં સાવધ બને એ જ ઇચ્છવા જોગ છે.”
સંમેલન સાધુસંસ્થાના ઉધ્ધાર માટે ભરવાનું છે. ખાલી રમત કરવાને માટે કે એક બીજાનાં મુખડાં જેવા માટે કંઈ ભરવાનું નથી. લગભગ પંદર વર્ષે અને તે પણ આ વીસમી સદીનામાં ભરવા ધારેલા