________________
૧૯૪
સમય જતાં સંસ્થાના સંચાલકે અને શુભેચ્છકોને એ વાત સમજાઈ કે આવી સંસ્થા ચલાવવા માટે જે શકિત જોઈએ તે કંઈ સૌ કાઈમાં નથી હોતી. એ કાંઈ બચ્ચાંના ખેલ ન હતા કે ગીલીદંડાનો દાવ રમી લીધે. એક વર્ષના ગાળામાં તો સંસ્થા પાયમાલીને પંથે ચાલવા માંડી. વિદ્યાથીઓ નિરાશ થઈ ચાલતા થયા કારણ કે સંસ્થાનો પ્રાણ જતો રહ્યો હતો. ખાલી દેહના માળખા જેવી સંસ્થાની સ્થિતિ હતી.
સાગરમાં એક નૌકા વહી જતી હોય અને એનો સુકાની કાબેલ ન હોય તે નૌકા ખડક સાથે અથડાઈ ભાંગીને ભૂ જ થઈ જાય. એ દશા શિવપુરીની આ સંસ્થાની થવા લાગી હતી.
સંસ્થાના સંચાલન માટે જોઈતી કાર્યદક્ષતા, બાહોશી, નિઃસ્પૃહતા, નિર્લોભીપણાવાળા સંચાલક કાઈ નહતે રહ્યો. પચાસ પચાસ વિદ્યાથઓના કંઠને એક પિતા તરીકે પાલન કરી શકે એવો માણસ શિવપુરીમાં કઈ મળતો નહોતો; અને સેંકડો માઈલ દૂર આવેલી આ સંસ્થા ચલાવવી, એ ગુજરાતના-મુંબઈમાં રહેલી સંસ્થાની સમિતિના સભ્યો માટે પણ કઠણ કામ હતું. પરિણામે આ બધાના સૂત્રધાર તરીકે વિદ્યાવિજ્યજી જ લાયક પુરૂષ હતા, એ વાતની હવે સૌને પૂરી પ્રતીતિ થવા લાગી.