________________
: 3:
જંગલમાં મંગલ
ત પ્રકરણમાં કહ્યું તેમ છે. ક્રેઝ (સુભદ્રાદેવી) જર્મનીથી
' સન ૧૯રપમાં શિવપુરી આવ્યાં હતાં. તેઓ સાત વર્ષ એકધારા આ સંસ્થામાં રહ્યાં અને અભ્યાસ કર્યો. આ વાતને વર્ષો વીતી ગયાં, છતાં તે વખતે શ્રીમતી સુભદ્રાદેવીએ સંસ્થા સંબંધી સ્વાનુભવનું જે વર્ણન પોતાની “જંગલમાં મંગલ’ નામની પુસ્તિકામાં આપ્યું છે તે આ પ્રમાણે છે:
“સમાધિ મંદિરની મૂર્તિના અભયદાયક શરણમાં અને સાધુ મહારાજાઓના ચારિત્ર્યના આશ્રયમાં ગુલાબી નિકા ભોગવીને વિદ્યાર્થીઓ પ્રભાત પહેલાં ચાર વાગે ગુરૂમહારાજના એટલે શ્રી વિદ્યાવિજયજીના અવાજથી જાગૃત થઈને એક મધુર રાગવાળી પ્રભુસ્તુતિ કરીને નવીન દિવસનું સ્વાગત કરે છે. બધા મેટા અને નાના, સાથે ઊભા રહીને, જાણે