________________
૧૮૪
ખંડ ૬ ઠ્ઠો
કે કુદરતદેવીને માનપૂર્વક જગાડી રહ્યા છે. પણ હજુ અંધારું છે તેથી વીજળીની બત્તી કરીને બધા પોતાના પાઠ કંઠસ્થ કરે છે, એટલે કે સંસ્કૃત અને પ્રાકૃત, ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને જર્મન શબ્દોના ખળભળાટ થાય છે અને પાકશાળા દૂરથી એક મોટા મધપુડા જેવી લાગે છે.
હસ્તે હસ્તે પ્રભાત થાય છે, ઘંટ વાગે છે એટલે જે જે છોકરાઓને પૂજા કરવાને વારે હેય છે, તેઓ રનાન કરીને નવીન ફૂલે લાવવાને માટે બગીચામાં જાય છે અને મંદિર સાફ કરીને, ચંદન ઘસીને, ધૂપ પાત્ર તૈયાર કરીને ભગવાનની અને ગુરૂદેવની મૂર્તિની આગળ પૂજાનો વિધિ ચલાવે છે. બીજા બધા વિદ્યાર્થીઓ ગુરૂ મહારાજના ચરણો આગળ ભેગા થઈને ગુરૂવંદનની ક્રિયા યથાવિધિ કરે છે. પછી નવકારસી, એકાસન, આંબીલ, ઉપવાસનું પ્રત્યાખ્યાન માગતા, ગુરૂજીનો ધર્મલાભ અને પચ્ચખાણા માથા ઉપર ચઢાવીને, ચુપચાપ કેટલાક શાંતમનપૂર્વક તો કેટલાક કંઈ ગુન્હો કે પ્રમાદ કર્યા હોય તો ચિંતાપૂર્વક ગુરૂની સામે બેસે છે. બધા જાણે છે કે આપણા ગુરૂજીને આપણુ બધી ક્રિયાની ઓળખાણ છે; અને છાનામાના પણ કરેલા ગુન્હાની તેમને જાણે કે કઈ છૂપી પોલીસની અતિ ચતુર સેવા દ્વારા ખબર પડે છે. હવે બધા ગુરૂજીના મુખકમલ તરફ નજર રાખે છે અને ગુરૂજી છોકરાઓ પ્રત્યેની પિતાની પવિત્ર ફરજ સમજીને, જાણીને, માબાપને પ્રેમ, સાધુની સરળતા અને મિત્રની લાગણી એ ભેગું કરી ઉપદેશ આપે છે.
તેમના ઉપદેશમાં પ્રકારાન્તરે ગુન્હેગારને મીઠી શિક્ષા, પ્રમાદીઓને પક અને સર્વ સાધારણ રીતે સૌને ધાર્મિક અને વ્યવહારિક અભ્યાસ અને ચારિત્ર્ય સંબંધી ભલામણ અને શિખામણો હોય છે.