________________
જંગલમાં મંગલ
૧૮૫
ગુરૂવંદન પછી, કસરત, દંતધાવન, દુગ્ધપાન વગેરેથી નિવૃત્ત થયા પછી સ્નાન કરી સમાધિ મ ંદિરમાં પૂજા કરે છે.
રમતગમતામાં કબડ્ડી ખોખો, લંગડાદાવ, ફૂટ ખેલ વગેરે મુખ્ય હોય છે.
ત્યાર પછી મંદિરના ધટના રણકાર વિદ્યાર્થી એને મેલાવે છે. સુંદર ગીત ગાઇ શકે તેવા વિદ્યાથી એ ભગવાન અને ગુરૂદેવની આગળ દન કરવાને માટે જાય છે.
અગિયારેક વાગે ભાજનને સમય થતાં લાંખી પ`ક્તિમાં બેસીને ભોજનનું કામ સ ંતાષકારક રીતે વંદે મહાવીરમની ગર્જના પૂર્ણાંક શરૂ થાય છે.
ભોજન પછી થોડાક આરામ લઇને દિવસનું મુખ્ય કાર્યાં વિદ્યાએની રાહ જુએ છે.
બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી વર્ગો ચાલે છે. શ્રી. વિદ્યાવિજયજી મહારાજ ધાર્મિક, જૈનદન, ગુજરાતી (ભાષા અને ઇતિહાસ) અને બંગાલી વિષયે શીખવે છે. એક સંસ્કૃત પંડિત ન્યાય, વ્યાકરણ, હિંદી ભાષા અને ગણિત; હેડમાસ્તર અંગ્રેજી; સુપ્રીન્ટેન્ડન્ટ અંગ્રેજી અને ભૂગેાળ; ડ્રોઈંગ માસ્તર ડ્રોઈંગ અને ન્યાયતી વિશારદ શ્રી. ન્યાયવિજયજી વ્યાકરણ ભણાવે છે.
ૠજુદા જુદા વિષયાને અભ્યાસ કરાવવામાં આવે છે.
દરેક રવિવારે શ્રી. વિદ્યાવિજયજીના અધ્યક્ષપણા નીચે એક વકતૃત્વ વર્ગ ચાલે છે. એ પ્રસંગે ગુરૂ મહારાજની મહેનતનું સુંદર પરિણામ બ્રિગેાચર થાય છે.