________________
ખંડ ૬ ફો
આ સિવાય જુદા જુદા વ્યવહારિક જ્ઞાનના ભેદો, બુક બાઈડીંગ, ટાઈપ રાઈટીંગ, ફોટોગ્રાફી, વીંધીગ વગેરે સંબંધી શિક્ષણ પણ અહીં અપાય છે.
પાઠશાળાની બધી વ્યવસ્થાને માટે શિવપુરીમાં એક સમિતિ છે જેના સભ્યો ગામને શેઠ શાહુકાર અને રાજ્યના અધિકારીઓ છે.
વીરતત્વ પ્રકાશક મંડળ આ રીતે જંગલમાં મંગલ પ્રસાર રહ્યું છે.
સાંજનો સમય થાય છે ને ભજનવેળા થાય છે. ત્યારે બધા વિદ્યાર્થીઓ “વંદમહાવીરમ” એ શબ્દોનું ઉચ્ચારણ કરી કાર્ય આરંભ છે ને તે પછી બધા એકમેક પાઠો સંબંધી પ્રશ્નોત્તર કરતાં સમય ગુજારે છે.
છે. જ્યાં સુધી મ દિરની આરતી ઉતારવાનો ઘંટ વાગે છે ત્યાં સુધી બે હારમાં ઊભા રહી વિદ્યાર્થીઓ પ્રથમ ભગવાનની આગળ અને પછી ગુરૂદેવની મૂર્તિ આગળ સ્તુતિના કલેકે ઉચ્ચારે છે.
તે વખતે એક છોકરો આરતી અને મંગલદીવો મૂર્તિઓની આગળ ચલાવે છે અને બીજો તથા ત્રીજો ઘંટ વગાડે અને ધૂપ પાત્ર ધરે છે. ગુરૂદેવની પાસેથી રાત્રિય પ્રત્યાખ્યાને લઈને વિદ્યાર્થીઓ સાડાનવ વાગ્યા સુધી વાંચે અને શીખે છે. છેલ્લો ઘંટ વાગતાં તેઓ સાધુ મહારાજાઓની ભક્તિ કરી તેઓને ધર્મલાભ પામીને પોતાની પાટ ઉપર આરામ લેવા સૂઈ જાય છે.
આ પ્રમાણેની ત્યાં રહેતા વિદ્યાર્થીઓની દિનચર્યા હોય છે.