________________
શિવપુરીમાં
કે પ્રાચીન સમયમાં નાલંદા આદિની વિદ્યાપીઠ બૌદ્ધ સાધુઓ ચલાવતા હતા, અને અધ્યાપકોનું કામ કરતા હતા. જૈન સાધુઓએ એ કામ કરવું જોઈએ. બીજી તરફથી શિથિલતાનો આક્ષેપ કરવામાં આવે છે. પરંતુ વિદ્યાવિજ્યજીએ પોતાની સાધુતા, પોતાનું ચારિત્ર્ય અને સંસ્થાનું સંચાલન કરવા છતાં, પોતે કેટલા નિર્લેપ રહી શકે છે એ બતાવી આપ્યું છે. સાચા સાધુઓને એનો લેપ નથી વળગી શકતો. બલ્ક એમના ત્યાગ, સંયમ, તપસ્યા અને નિર્લોભી પણાનો પ્રભાવ, સમસ્ત જનતા ઉપર પડે છે, રાજા મહારાજાઓ ઉપર પડે છે. શિવપુરીની આ સંસ્થા પ્રત્યે ગ્વાલીયર નરેશનું જે અગાધ મમત્વ છે, એ આ ત્યાગી વિદ્વાન સાધુના સંયમ અને ત્યાગને આભારી છે, એ કોણ નહિ માને ? કહેવાની ભાગ્યે જ જરૂર છે કે સંસ્થાનું આર્થિક વહિવટીકામ મુંબઈની સમિતિ સંભાળે છે અને સંસ્થાનું શિક્ષણકાર્ય વિદ્યાવિયજીની દેખરેખ નીચે ચાલી રહ્યું છે.
વિદ્યાવિજયજીને પોતાના ગુરૂદેવ વિજ્યધર્મસૂરિજીનું સ્મરણ ડગલે ને પગલે થતું જાય છે. એમણે ગુરૂદેવના સ્વર્ગવાસની તિથિ ભાદરવા સુદ ૧૪ ના દિવસે શિવપુરીમાં ગ્વાલીયર રાજ્ય તરફથી જાહેર સ્થાનિક તહેવાર તરીકે પાળવાનું મંજુર કરાવ્યું હતું. ચૌદશની રજા અનન્તચતુર્દશી તરીકે પળાતી હોવાથી આ તહેવાર પૂનમના દિવસે પાળવાનો હુકમ મેળવ્યો હતો.
તે ઉપરાંત ગુરૂદેવની સંવત્સરી સારી ઉજવવાની શરૂઆત કરી તે માટે તે દિવસે એક જાહેર વરઘડે કાઢવાનું નકકી કરવામાં આવ્યું અને તે માટે ગ્વાલીયર રાજ્ય તરફથી ચાર હાથી, ઘોડેસવારો વગેરે કાયમને માટે મળે એવો બંદોબસ્ત કરવામાં આવ્યો. આ બંદોબસ્ત અત્યાર સુધી બરાબર ચાલ્યો આવ્યો છે.