________________
૧૦.
ખંડ ૫ મે
કંઈ ઉપદેશ આપવો હોય તો ગુરૂદેવ ઓછું જ કહેતા. એ તો વિદ્યાવિજયને આજ્ઞા કરતા અને વિદ્યાવિજય યુક્તિપૂર્વક સમજાવતા અને એમની એ પ્રેરણાથી એ શ્રદ્ધાવાન કુટુંબ દરેક કાર્ય માટે તત્પર બનતું.
આગ્રાના ચાતુર્માસ વખતે વિવાવિયના ઉપદેશથી એમના જ રચેલા ગ્રંથ સુરીશ્વર અને સમ્રાટની હિંદી ગુજરાતી બંને આવૃત્તિઓના પ્રકાશન માટે શેઠ લક્ષ્મીચંદજીએ રૂપીઆ છ હજારની રકમ અર્પણ કરી હતી.
તે ઉપરાંત મુંબઈમાં સંવત ૧૯૭પમાં વીરતત્વ પ્રકાશક મંડળની સ્થાપના વખતે પણ વિદ્યાવિજયના કહેવાથી શેઠે પચીસ હજાર રૂપીઆ અર્પણ કર્યા હતા. શિવપુરીમાં વિજયધર્મસૂરિનું સમાધિ મંદિર બતાવવામાં પણ તેમનો મેટો ફાળો હતો.
એવો એ શેઠને વિદ્યાવિયજી પ્રત્યે અનન્ય ભાવ. એમના બોલ ઉપર ગમે તે કાર્ય કરવા એ તત્પર બને જ
ગુરૂદેવના સ્વર્ગવાસ પછી પ્રચાર કાર્ય ખૂબ કરવામાં આવ્યું. વિદ્યાવિજય ગુરૂદેવના સ્મારક માટે એક ફંડ કરવા માટે વિજ્ઞપ્તિઓ બહાર પાડી. પરિણામે સારી એવી રકમ એકત્ર થઈ. - અને સંવત ૧૯૭૯ના મહા સુદ ૧પના દિવસે ગુરૂદેવના સમાધિ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. વાતાવરણમાં અનેરો ઉત્સાહ વ્યાપી રહ્યો. વિદ્યાવિજયના મનમાં ગુરૂદેવને વિયોગ તે સાલ જ હતો છતાં પિતે પિતાનું કર્તવ્ય બજાવવું જોઇએ એ વિચાર સદા જાગ્રત રહેતો.
ગુરૂદેવના સમાધિ મંદિરની પ્રતિષ્ઠા વખતે ઉત્સવનો તમામ ખર્ચ પણ શેઠ લક્ષ્મીચંદજી વેદે આપ્યું હતું.